Not Set/ ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

દેશભારમાં મોદી સુનામી બાદ  હવે ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન લોકસભા બાદ રાજ્યસભામાં પણ બહુમતી અપાવશે. રાજ્યસભામાં કુલ 245 સાંસદો હોય છે અને બહુમતી મેળવવા માટે 123 સાંસદો જોઈએ છે. રાજ્યસભામાં એકલા ભાજપનાં 73 અને ભાજપ-એનડીએનાં મળીને કુલ 101 સાંસદો છે. હાલમાં રાજ્યસભામાં ભાજપ-એનડીએ બહુમતીથી 22 બેઠકો દૂર છે. 2020માં રાજ્યસભાની 72 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. એ સમયે […]

Top Stories India
11THMANIFESTO ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

દેશભારમાં મોદી સુનામી બાદ  હવે ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન લોકસભા બાદ રાજ્યસભામાં પણ બહુમતી અપાવશે. રાજ્યસભામાં કુલ 245 સાંસદો હોય છે અને બહુમતી મેળવવા માટે 123 સાંસદો જોઈએ છે. રાજ્યસભામાં એકલા ભાજપનાં 73 અને ભાજપ-એનડીએનાં મળીને કુલ 101 સાંસદો છે. હાલમાં રાજ્યસભામાં ભાજપ-એનડીએ બહુમતીથી 22 બેઠકો દૂર છે. 2020માં રાજ્યસભાની 72 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. એ સમયે નવેમ્બર 2020 સુધીમાં 14 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ રાજ્યસભામાં ભાજપ-એનડીએને 22 સાંસદોની ઘટ પૂરી પાડશે. ઉપરાંત રાજ્યસભામાં ભાજપ-એનડીએને સ્વપ્ન દાસગુપ્તા, મેરિકોમ અને નરેન્દ્ર જાધવ તેમજ 3 અન્ય સ્વતંત્ર સાંસદોનો ટેકો છે. જેના કારણે હાલમાં તેના કુલ સાંસદ સભ્યોની 107 થતી હોય રાજ્યસભામાં 123નો જાદુઈ આંકડો મેળવવામાં ભાજપ-એનડીએને બહુ મુશ્કેલી નહીં પડે.  PM મોદીનાં નેતૃત્વમાં લોકસભા બાદ રાજ્યસભામાં ભાજપ-એનડીએ બહુમતી હાંસલ થઈ જશે.

rajyasabha ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

2019માં લોકસભા બાદ 2021-22માં રાજ્યસભામાં પણ ભાજપ-એનડીએ બહુમતિ મેળવી લેશે. બંને ગૃહોમાં બહુમતી મળી ગયા બાદ મોદી સરકાર કલમ 370, આર્ટિકલ 35-A, રામ મંદિર, ટ્રીપલ તલાક, નાગરિકતા સંસોધન બીલ, જનસંખ્યા નિયંત્રણ કાયદો, ન્યાયિક સુધારા, એનઆરસી વગેરે મહત્વપૂર્ણ મુદ્દાઓનો સંવેધાનિકરૂપથી નિવેડો લાવી શકાશે.

mani ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યસભામાં બહુમતી ન હોવાને કારણે મોદી સરકારે કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો પસાર કરી શકી ન હતી. જેમાં ટ્રિપલ તલાક, મોટર વેહિકલ એક્ટનો સમાવેશ થાય છે. પરંતુ 2020-21 સુધીમાં ભાજપ-એનડીએને રાજ્યસભામાં બહુમતી માટેનો જાદુઈ આંકડો 123 પ્રાપ્ત થતા અગત્યનાં બીલ આસાનીપૂર્વક લોકસભા-રાજ્યસભામાંથી પસાર કરી નવો કાયદો બનાવી-ઘડી શકાશે. નવેમ્બર, 2020 સુધીમાં એનડીએને 14 રાજ્યોમાંથી રાજ્યસભાની વધુ 19 બેઠકો મળશે. આ 14 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા ભાજપ-એનડીએનાં ગઢ ગણાતા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપ-એનડીએના સાંસદોની સંખ્યા વધીને 125થી વધુ થઈ જશે. અને છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત કોઈ સરકાર રાજ્યસભામાં બહુમતી મેળવશે.

thumb ભાજપે અને PM મોદીએ ચૂંટણીમાં આપેલા અમુક વચનોની પૂર્તિ માટે પ્રજાએ રાહ જોવી પડશે. જાણો શું છે ભાજપની મજબૂરી?

લોકસભા સાંસદની પસંદગી સીધી જ પ્રજા દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના સાંસદોની પસંદગી રાજ્યોના ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે જે પક્ષના જેટલા વધારે ધારાસભ્યો હોય છે તે પક્ષના રાજ્યસભામાં તેટલા વધારે સાંસદ હોય છે. આગામી દોઢ-બે વર્ષમાં અલગ-અલગ ૧૪ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોય તમામ ૧૪ રાજ્યોમાં ભાજપ-એનડીએની પકડ-પ્રદર્શન મજબૂત હોય તેઓ વધુને ધારાસભ્યોની જીત દ્વારા પોતાના પક્ષને મજબૂત બનાવશે અને એ ધારાસભ્યોની મદદથી રાજ્યસભામાં બહુમત હાંસલ કરશે. ગત વર્ષે નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં રાજ્યસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના સાંસદોની સંખ્યા કોંગ્રેસના સાંસદો કરતા વધારે હતી. ૨૦૨૦-૨૧ સુધીમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં પ્રથમ વખત રાજ્યસભામાં ભાજપ-એનડીએ પૂર્ણ બહુમતી ધરાવતો પક્ષ બની જશે.