Not Set/ વર્લ્ડ કપ વિક્રમ: શું ગ્લેન મેકગ્રાનો આ રેકોર્ડ કાયમ માટે રહેશે અકબંધ?

લંડન, આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત હવે 30  મીથી થઇ રહી છે ત્યારે કેટલાક રેકોર્ડની ચર્ચા જોવા મળી રહી છે. વર્લ્ડ કપમાં સૌથી ઘાતક સ્પેલના નવા રેકોર્ડ સર્જાશે કે પછી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયનના ઝડપી બોલર ગ્લેન મેકગ્રાના નામ પર રહેલા સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ ફરી અકબંધ રહેશે તેની ચર્ચા છે. ફ્લેશ બેકમાં જોવામાં આવે તો કહી […]

Top Stories Sports
ghdlhy 11 વર્લ્ડ કપ વિક્રમ: શું ગ્લેન મેકગ્રાનો આ રેકોર્ડ કાયમ માટે રહેશે અકબંધ?

લંડન,

આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત હવે 30  મીથી થઇ રહી છે ત્યારે કેટલાક રેકોર્ડની ચર્ચા જોવા મળી રહી છે. વર્લ્ડ કપમાં સૌથી ઘાતક સ્પેલના નવા રેકોર્ડ સર્જાશે કે પછી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયનના ઝડપી બોલર ગ્લેન મેકગ્રાના નામ પર રહેલા સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ ફરી અકબંધ રહેશે તેની ચર્ચા છે. ફ્લેશ બેકમાં જોવામાં આવે તો કહી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના આ સ્પીડ સ્ટારે વિશ્વ કપમાં હજુ સુધી સૌથી વધારે 71 વિકેટ ઝડપી છે. તેના આ રેકોર્ડને આજ સુધી કોઇ બોલર તોડી શક્યા નથી.

વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ તેમના નામ પર છે. મેકગ્રાથે વર્ષ 2003 માં નામિબિયા સામે સાત ઓવરમાં 15 રન આપીને સાત વિકેટ ઝડપીને જોરદાર તરખાટ મચાવ્યો હતો. આ સ્પેલમાં તેની ચાર મેઇડન ઓવર પણ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં નામિબિયા સામે જીતવા માટે 302 રનનો મોટો પડકાર ફેંક્યો હતો. જો કે મેકગ્રાની ઘાતક બોલિંગના કારણે નામિબિયાની ટીમ માત્ર 45 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

મેકગ્રા બાદ સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ એન્ડી બિશેલના નામ પર છે. બિશેલે વર્ષ 2003 ના વર્લ્ડ કપમાં જ ઇંગ્લેન્ડ સામે 10 ઓવરમાં 20 રન આપીને સાત વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. બે નજીકની હરિફ ટીમો વચ્ચે રમાયેલી મેચમાં એન્ડી બિશેલે શાનદાર બોલિંગ કરીને સાત વિકેટ ઝડપી હતી. ખાસ બાબત એ છે કે ઇંગ્લેન્ડના માત્ર આઠ વિકેટ પડી હતી. જે પૈકી બિશેલે સાત વિકેટ ઝડપી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ન્યુધીલેન્ડના ટીમ સાઉથીએ  ઇંગ્લેન્ડની સામે રમાયેલી મેચમાં નવ ઓવરમાં 33 રન આપીને સાત વિકેટ ઝડપી હતી.

સાઉથીએ સ્વિંગ લેતી યોર્કરની સાથે તરખાટ મચાવી દીધો હતો. તેની ઘાતક બોલિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 123 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડે આ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. વર્ષ 1983ના વર્લ્ડ કપમાં વેસ્ટન ડેવિસે 10 ઓવરમાં સાત વિકેટે ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેવિસે આ કમાલ કરી હતી. 253 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ એક વખતે એક વિકેટ ગુમાવીને 55 રન બનાવી લીધા હતા. જો કે ત્યારબાદ ડેવિસ આક્રમક પર આવ્યો હતો. આ મેચ પહેલા માત્ર એક વનડે મેચ રમનાર ડેવિસે ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોની હાલત કફોડી કરી દીધી હતી. વિન્ડીઝે આ મેચ 101 રને જીતી લીધી હતી. ઘાતક સ્પેલની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના ગેરી ગિલમોરે ઇંગ્લેન્ડ સામે 1975ના વર્લ્ડ કપમાં 12 ઓવરમાં છ વિકેટ ઝડપી હતી.

આ વખતે વર્લ્ડ કપમાં અનેક ખતરનાક બોલરો મેદાનમાં ઉતરી રહ્યા છે.  જેમની પાસેથી જારદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મેકગ્રાના રેકોર્ડને કોઇ બોલર આ વખતે પણ તોડી શકશે કે કેમ તેને લઇને ચર્ચા છે. આ વખતે બુમરાહ,  ભુવનેશ્વર કુમાર સહિતના ભારતીય બોલરો પાસેથી પણ ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.