Not Set/ અમિત શાહે ચેન્નાઇમાં કહ્યું – આર્ટિકલ 370 ઘણા સમય પહેલા હટાવવી જોઈતી હતી

ભારતના ઉપરાષ્ટ્રપતિ, વેંકૈયા નાયડુ પર લખેલ લિસિંગ, લર્નિંગ અને લીડિંગ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના ચેન્નઇ પહોંચ્યા હતા.  લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે,  આજે હું અહીં ગૃહ પ્રધાન કે ભાજપના પ્રમુખ તરીકે નથી આવ્યો. અહીં, રાજકીય ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી તરીકે, સંપૂર્ણ જીવન રાજકારણને સમર્પિત કરનાર, પ્રેરણામૂર્તિ  વેંકૈયા નાયડુના જીવનને પ્રતિપાદિત કરવા માટે […]

Top Stories India
amit shah અમિત શાહે ચેન્નાઇમાં કહ્યું - આર્ટિકલ 370 ઘણા સમય પહેલા હટાવવી જોઈતી હતી

ભારતના ઉપરાષ્ટ્રપતિ, વેંકૈયા નાયડુ પર લખેલ લિસિંગ, લર્નિંગ અને લીડિંગ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના ચેન્નઇ પહોંચ્યા હતા.  લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે,  આજે હું અહીં ગૃહ પ્રધાન કે ભાજપના પ્રમુખ તરીકે નથી આવ્યો. અહીં, રાજકીય ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી તરીકે, સંપૂર્ણ જીવન રાજકારણને સમર્પિત કરનાર, પ્રેરણામૂર્તિ  વેંકૈયા નાયડુના જીવનને પ્રતિપાદિત કરવા માટે આવ્યો છું.

amit shah1 અમિત શાહે ચેન્નાઇમાં કહ્યું - આર્ટિકલ 370 ઘણા સમય પહેલા હટાવવી જોઈતી હતી

શાહએ પોતાના સંબોધન દરમિયાન આર્ટિકલ  370 નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘સાંસદ તરીકે હું માનું છું કે આર્ટિકલ 370 ને ઘણા સમય પહેલા હટાવવી જોઈતી હતી.  ગૃહ પ્રધાન તરીકે, મને કલમ 370 ને દૂર કરવાના પરિણામો વિશે કોઈ ભ્રમણા નહોતી. મને વિશ્વાસ છે કે કાશ્મીરમાંથી આતંકવાદનો અંત થશે. અને તે હવે વિકાસના માર્ગ પર આગળ વધશે.

નાયડુની પ્રશંસા કરતા શાહે કહ્યું, ‘વેંકૈયા નાયડુએ દેશની યુવા પેઢી સમક્ષ  એક મોડેલ સ્થાપિત કર્યું છે કે,  કોઈ વ્યક્તિ જીવનમાં સાંભળીને, શીખીને, સમાજનો દોરી સંચાર કેવી રીતે કરવો જોઈએ. હું તમને આજે એક વાત કહેવા માંગુ છું કે વેંકૈયા નાયડુનું જીવન વિદ્યાર્થીકાળ થી લઈને ઉપરાષ્ટ્રપતિ સુધીની તેમના જીવનની સફર આજના દરેક વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ છે, અને અનુકરણીય છે.

venkaiya અમિત શાહે ચેન્નાઇમાં કહ્યું - આર્ટિકલ 370 ઘણા સમય પહેલા હટાવવી જોઈતી હતી

શાહે જણાવ્યું  હતું કે,  નાયડુએ કેવી રીતે તેમના વિદ્યાર્થી જીવનમાં કલમ  370 હટાવવા માટે આંદોલન કર્યું હતું. તેમણે કહ્યું, ‘ભાજપ અને એનડીએ સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ દેશને આર્ટિકલ 370 થી મુક્ત કરાવ્યો છે. વેંકૈયાજી વિદ્યાર્થી પરિષદના કાર્યકર હતા અને 370  સામે આંદોલન ચાલી રહ્યું હતું. વેંકૈયાજી આંદોલનનો એક ભાગ હતા. આ વિધિનું વિધાન છે કે, જે વેંકૈયા નાયડુએ  370 વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને જ્યારે આર્ટીકલ 370 ને હટાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે વેંકૈયાજી રાજ્યસભામાં ચેરપર્શન તરીકે  અધ્યક્ષતા કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.