Case/ રામસેતુ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં,ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી અક્ષય કુમાર સામે કરશે કેસ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ હવે કાયદાકીય લડાઈનો સામનો કરશે.

Top Stories Entertainment
4 43 રામસેતુ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં,ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી અક્ષય કુમાર સામે કરશે કેસ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ હવે કાયદાકીય લડાઈનો સામનો કરશે. ઉલ્લેખનીય છે  કે ફિલ્મના એક્ટર અક્ષય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વળતરની માંગ સાથે કેસ દાખલ કરશે. તેમનો દાવો છે કે ફિલ્મમાં ‘રામ સેતુ’ના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતે ફિલ્મની સ્ટારકાસ્ટ પર કેસ કરવાની માહિતી આપી છે.

નોંધનીય છે કે  કે ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અભિનેતા અક્ષય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે ફિલ્મમાં રામ સેતુના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ દાવો કરે છે કે તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. પોતાના ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ‘મારા સહયોગી એડવોકેટ સત્ય સભરવાલ દ્વારા વળતરનો કેસ ફાઇનલ કરવામાં આવ્યો છે. હું અભિનેતા અક્ષય કુમાર અને કર્મા મીડિયા સામે તેમની ફિલ્મમાં રામ સેતુ મુદ્દાના ખોટા ચિત્રણને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી રહ્યો છું.