Not Set/ જમ્મુ-કાશ્મીર: સ્કૂલ બસ પર પથ્થરમારો, બે માસૂમ વિદ્યાર્થી ઘાયલ

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક પ્રાઈવેટ સ્કૂલ બસની ઉપર પથ્થર મારો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકો ઘાયલ થયા છે. માસુમ બાળકો સ્કૂલ જઈ રહ્યા હતા તે સમયે સ્કૂલ બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો જેમાં એક બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. The amnesty granted to stone-pelters […]

Top Stories
Untitled 1 જમ્મુ-કાશ્મીર: સ્કૂલ બસ પર પથ્થરમારો, બે માસૂમ વિદ્યાર્થી ઘાયલ

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક પ્રાઈવેટ સ્કૂલ બસની ઉપર પથ્થર મારો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકો ઘાયલ થયા છે. માસુમ બાળકો સ્કૂલ જઈ રહ્યા હતા તે સમયે સ્કૂલ બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો જેમાં એક બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસના જાણાવ્યા મુજબ કેટલાક તોફાની તત્વોએ શોપિયા જિલ્લાના જાવુરના રૈન્બો હાઈસ્કૂલની બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પથ્થર મારાની આ હરકતોને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ પર લખ્યું કે ‘બાળકો અને પર્યટકો પર પથ્થર ફેંકીને પથ્થરબાજોનો એજન્ડા પુરા થઇ રહ્યા છે?

આ પથ્થરબાજી ઘાયલ થયેલા વિદ્યાર્થીના વાલીએ કહ્યું હતું કે, મારું બાળક સ્કૂલે જતું હતું તે સમયે કેટલાક તોફાનીઓ સ્કૂલ બસ પર પથ્થર મારો કર્યો જેમાં તે ઘાયલ થઇ ગયું. આ બાબત માણસાઈની વિરુદ્ધ છે. બીજા કોઈ માસૂમ બાળક સાથે પણ આમ થઇ શકે છે. આ ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીને નજીકની એસકેઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ઘાયલ વિદ્યાર્થીનું નામ રેહાન ગોરસાઈ બતાવવામાં આવી રહ્યું છે.  જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. બાળકના પિતાએ કહ્યું હતું કે આ બાળકોએ કોઈનું શું બગાડ્યું હતું.

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કર્યું, શોપિયામાં બાળકોની સ્કૂલ બસ પર હુમલાના સમાચાર સાંભળીને આશ્ચર્ય થઈ રહ્યું છે અને ગુસ્સો પણ આવી રહ્યો છે. આ કાયરતાપૂર્ણ અને અસંવેદનશીલ ઘટનામાં ન્યાય આપવામાં આવશે.