Surendranagar/ સુરેન્દ્રનગર: લીંબડીમાં માતા-પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસને હત્યાની શંકા

લીંબડીની ભીમનાથ સોસાયટીના રહેણાંક મકાનમાંથી માતા-પુત્રની લાશ મળી આવી. આ ઘટનામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ હત્યાની થિયરીને લઈને તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 75 1 સુરેન્દ્રનગર: લીંબડીમાં માતા-પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસને હત્યાની શંકા

સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. લીંબડીની ભીમનાથ સોસાયટીના મકાનમાંથી માતા-પુત્રની લાશ મળી આવતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પંહોચી હતી. પોલીસને માતા-પુત્રની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી પ્રાથમિક તપાસ બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના સ્થળની વધુ તપાસ કરતા પોલીસના ધ્યાનમાં આવ્યું કે ભીમનાથ સોસાયટીમાં માતા અને પુત્ર સાથે મહિલાનો પતિ પણ રહેતો હતો. જો કે આ ઘટના બાદ તેનો કોઈ અત્તો પત્તો નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

02 1706600261 સુરેન્દ્રનગર: લીંબડીમાં માતા-પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસને હત્યાની શંકા

આ ઘટનાની વિગત મુજબ લીંબડીની ભીમનાથ સોસાયટીના રહેણાંક મકાનમાંથી માતા-પુત્રની લાશ મળી આવી. આ ઘટનામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ હત્યાની થિયરીને લઈને તપાસ હાથ ધરી છે. ભીમનાથ સોસાયટીમાં બનેલ ઘટનામાં પાડોશી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પાડોશી જગદીશભાઈ મોહનભાઈએ પોલીસને જણાવ્યું કે સવારે હું દૂધ આપવા તેમના ઘરે ગયો ત્યારે તેઓ સૂતા હતા. આથી નાના બાબાએ કહ્યું કે મારી મમ્મીને જગાડો. ત્યારે તેમને જગાડવા ગયો ત્યારે તેમની સ્થિતિ જોતા કંઈક અઘિટત થયાનું લાગ્યું. આથી સૌ પ્રથમ 108ને એમ્બ્યુલન્સને ફોન કર્યો. અને એમ્બ્યુલન્સ સ્ટાફે તેમને મૃત જાહેર કરતા તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી આવી અને પ્રાથમિક તપાસ હાથ ધરી. પોલીસે તપાસ કરતા મહિલાના પતિના કોઈ ખબર ના મળતા પતિએ માતા અને પુત્રની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. મહિલાનો પતિ હત્યા કર્યા બાદ ફરાર થયાના અનુમાન સાથે પોલીસે પતિને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

લીંબડીમાં માતા-પુત્રની લાશ મળી આવી. તેમની ઓળખ કરવામાં આવી છે. જેમાં માતાનું નામ સોનલબેન ચંદ્રકાન્તભાઈ લાદોલા છે અને તેમની ઉંમર 33 વર્ષ છે. જ્યારે પુત્રની ઉંમર 11 વર્ષ છે અને તેનું નામ કિશનભાઈ ચંદ્રકાત લાદોલા છે. પોલીસ થિયરી મુજબ ચંદ્રકાતભાઈ લાદોલા બનાવ સમયે ઘટનાસ્થળ પર હાજર નહોતા. ઘટના બન્યાના લાંબા સમય બાદ ચંદ્રકાતભાઈના કોઈ ખબર ના મળવાના કારણે પોલીસને આશંકા છે કે ચંદ્રકાતભાઈએ પોતાની પત્ની અને પુત્રની હત્યા કરી છે. અને હત્યા કર્યા બાદ પકડાવવાના ભયથી ચંદ્રકાંત નામનો શખ્સ ફરાર થયો છે. હાલમાં પોલીસે માતા અને પુત્ર બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપતા ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરતા બનાવશે નવા રેકોર્ડ, જાણો કોણે રજૂ કર્યું હતું દેશનું પ્રથમ બજેટ

આ પણ વાંચોઃ