Not Set/ અમદાવાદ/ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોનાના દર્દીના મૃતદેહ મામલે રિપોર્ટ કરાયો રજૂ

અમદાવાદ શહેરમાં કોરોનાનો ખતરો યથાવત છે, ત્યારે આ વચ્ચે ગત શનિવારે સિવિલ હૉસ્પિટલમાંથી રજા અપાયેલા કોરોનાના દર્દીનો મૃતદેહની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળવાના મામલે સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યા હતો. ત્યારબાદ આ ઘટનાનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. સરકારે આ ઘટનાની […]

Ahmedabad Gujarat
5aa2261966ebd96a2975ad96309f2194 અમદાવાદ/ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોનાના દર્દીના મૃતદેહ મામલે રિપોર્ટ કરાયો રજૂ
5aa2261966ebd96a2975ad96309f2194 અમદાવાદ/ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોનાના દર્દીના મૃતદેહ મામલે રિપોર્ટ કરાયો રજૂ

અમદાવાદ શહેરમાં કોરોનાનો ખતરો યથાવત છે, ત્યારે આ વચ્ચે ગત શનિવારે સિવિલ હૉસ્પિટલમાંથી રજા અપાયેલા કોરોનાના દર્દીનો મૃતદેહની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળવાના મામલે સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યા હતો. ત્યારબાદ આ ઘટનાનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે.

સરકારે આ ઘટનાની તપાસ આરોગ્ય અગ્ર સચિવ જે.પી. ગુપ્તાને સોંપી હતી, ત્યારબાદ તેઓએ સરકારમાં રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ રિપોર્ટમાં દાણીલીમડાના પોઝિટિવ દર્દીને દાખલ થયા બાદ શું સારવાર આપવામાં આવી હતી તેનો ઘટનાક્રમ જણાવાયો છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દર્દીને કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ગળામાં દુઃખતું હોવાથી હોમ આઇસોલેશન માટે મોકલવામાં આવ્યા હતા. 14મી મેના રોજ દર્દીને એએમટીએસની બસ મારફતે મોકલવામાં આવ્યો હોવાની સિવિલના રજીસ્ટ્રરમાં નોંધ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.