મુંબઈઃ વર્તમાન ચૂંટણીમાં ભાજપ એવું વોશિંગ મશીન છે જે દરેક ભ્રષ્ટાચારી નેતાના પાપને ધોઈ નાખે છે. અજિત પવારના અધ્યક્ષપદ હેઠળની એનસીપીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે તેમની સાથેના સાંસદ પ્રફુલ પટેલ પણ છે. તે હવે ભાજપના વોશિંગ મશીનમાં સ્વચ્છ થનારા છેલ્લા સાંસદ છે. હવે આ પ્રફુલ પટેલ સામે એર ઇન્ડિયા માટેના વિમાનો લીઝ પર લેવાના કૌભાંડનો કેસ ચાલતો હતો. આ કેસ 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી સીબીઆઇએ શરૂ કર્યો હતો, પરંતુ હવે સાત વર્ષ બાદ ક્લોઝર રિપોર્ટ આપી દેવાયો છે.
યુપીએ સરકારમાં પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા ત્યારે આ ખાતામાં કૌભાંડ થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પછી 2017માં સીબીઆઈએ આ કૌભાંડમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ હવે સાત વર્ષ પછી આ તપાસનો ક્લોઝર રિપોર્ટ આપી દેવાયો છે.
સીબીઆઈએ ચાલુ મહિનામાં જ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટડ ફાઇલ કરી દીધો છે. તેમા પ્રફુલ્લ પટેલ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના તે સમયના અધિકારીઓ અને એર ઇન્ડિયાના તે સમયના અધિકારીઓ સામે કેસ બંધ કરવા જણાવાયું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો છે.
પ્રફુલ્લ પટેલ શરદ પવારનાવડપણ હેઠળની એનસીપીના સાસંદ તરીકે મનમોહન સરકારમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા. ગયા વર્ષે જુલાઈમાં અજિત પવારે બળવો કર્યો ત્યારે પ્રફુલ્લ પટેલ તેમની સાથે જોડાયા હતા. સીબીઆઈના કેસમાં પ્રફુલ્લ પટેલ પર હોદ્દાનો દૂરુપયોગ કરીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ, એર ઇન્ડિયા અને કેટલીક ખાનગી એજન્સીઓ સાથે મળીને એર ઇન્ડિયામાં મોટી સંખ્યામાં વિમાનો લીઝ પર લેવાનું કૌભાંડ આચરવાનો આરોપ હતો.
આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત
આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર