Vadodara-Dawood ibrahim/ વડોદરામાં 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ જાહેર

કુખ્યાત અપરાધી દાઉદ ઇબ્રાહિમ અને તેના ગુંડાઓ સામે વડોદરામાં 41 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, તેમા તેમનો નિર્દોષ છૂટકારો થયો છે. આ બાબત બતાવે છે કે કાયદાકીય રીતે આ કેસમાં કેટલી નિષ્કાળજી લેવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 04 27T110701.925 વડોદરામાં 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ જાહેર

વડોદરાઃ કુખ્યાત અપરાધી દાઉદ ઇબ્રાહિમ અને તેના ગુંડાઓ સામે વડોદરામાં 41 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, તેમા તેમનો નિર્દોષ છૂટકારો થયો છે. આ બાબત બતાવે છે કે કાયદાકીય રીતે આ કેસમાં કેટલી નિષ્કાળજી લેવામાં આવી છે. આ અંગે તપાસકર્તા એજન્સીઓએ દાખવેલી બેદરકારીને કારણભૂત માનવામાં આવે છે.

સમગ્ર કેસનો ઘટનાક્રમ જોઈએ તો વડોદરા નજીક નેશનલ હાઇવે પર હોન્ડા સિટી કારમાં દાઉદ ઇબ્રાહિમ, હાજી ઇસ્માઇલ સુબ્રાનીયા, અલી અબ્દુલ્લા અંતુલે અને ઇબ્રાહિમ મહંમદભી પસાર થઈ રહ્યા હતા. તે સમયે હાજુ પાસેની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી વાગી હતી અને દાઉદ ઇબ્રાહિમના ગળા પાસેથી પસાર થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આ બાબતની વડોદરા પોલીસને જાણ થતાં પોલીસ એસએજી હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ દરમિયાન દાઉદ અને તેના સાગરિતો પાસેથી રિવોલ્વર અને પિસ્તોલ સાથે પાંચ શસ્ત્રો અને કારતૂસો મળી આવ્યા હતા, જેનો તેમની પાસે કોઈ પરવાનો ન હતો.

જો કે આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીઓને જામીન મળી ગયા હતા અને જામીન પર છૂટ્યા બાદ એકપણ આરોપીને પકડવાના વડોદરા પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ આશ્ચર્યજનક રીતે નિષ્ફળ ગઈ હતી. અહીં આશ્ચર્યની વાત તો એ છે કે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાય તેમા કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી હોય છે, પરંતુ દાઉદના કેસમાં પોલીસે આ મંજૂરી લીધી ન હતી.

હવે આ કેસમાં પોલીસે એવી રજૂઆત કરી હતી કે દાઉદ સહિતના આરોપીઓ સામેનો કેસ 40 વર્ષથી પેન્ડિંગ છે. આરોપીઓ નજીકના ભવિષ્યમાં હાથમાં આવે તેવી જરા પણ શક્યતા ન હોવાથી કેસ બંધ કરી દેવાયો છે. ગુજરાત પોલીસની બેદરકારીના લીધે આ કેસમાં દાઉદ અને તેના સાગરિતો નિર્દોષ સાબિત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ