બેઠક/ ગાંધીનગર જિલ્લામાં 578 લાખના ખર્ચે વિકાસનાકાર્યો કરવામાં આવશે, આરોગ્યના કામને અપાશે અગ્રતા

રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021-22માં વિકાસના કામ માટે થઇને 578 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંદર્ભેની માહિતી રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે

Gujarat
111 2 ગાંધીનગર જિલ્લામાં 578 લાખના ખર્ચે વિકાસનાકાર્યો કરવામાં આવશે, આરોગ્યના કામને અપાશે અગ્રતા

ગાંધીનગર જિલ્લામાં 351 વિકાસના કામો આગામી વર્ષમાં થશે. તેના માટે રૂપિયા 578ની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યોને લઇને સરકાર ગંભીર બની રહી છે. એક બાજુ કોરોનાના કહેરે જ્યાં આર્થિક રીતે કમરતોડી નાંખી છે. ત્યાં બીજી બાજુ બધુ ધીમે-ધીમે બધુ રાબેતા મુજબ  પણ થઇ રહ્યુ છે. આવા સમયે કોરોનાની લહેર સંદર્ભે આરોગ્યના કામને અગ્રતા આપીને આગામી વર્ષે 578 લાખ રૂપિયા ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021-22માં વિકાસના કામ માટે થઇને 578 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંદર્ભેની માહિતી રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં તેની અસર જોવા મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્ધારા આ સંદ્રભે પ્રજા મદદના પ્રયાસ ચાલી રહ્યા છે. રસીકરણના અભિયાનને પણ તેજવંતુ બનાવવામાં આવ્યુ છે. એ વાત જુદી છે. કે, લોકો જાગૃત બની રહ્યા છે ત્યારે સરકાર પાસે રસીના પુરતા ડોઝના હોવાના કારણે પબ્લીક હેરાન થઇ રહી છે.પરંતુ આપણો મૃદ્દો ગાંધીનગર જીલ્લામાં થનારા કાર્યનો છે.

ઉલ્લેખનીય છે કે, આ રૂપિયાનો ઉપયોગ કોરોનાની લહેર સંદર્ભે આરોગ્યના કામ માટે ખર્ચવામાં આવશે. એટલે કે, કોરોનાના કારણે જે પણ ક્ષતી થઇ છે, તેને અગ્રતા આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામોની પણ સમિક્ષા કરવામાં આવી છે.