GST Scam/ સિરામિક ટાઇલ્સ ફેક્ટરીઓનું GST કૌભાંડ: કૌભાંડી રાજસ્થાનથી પકડાયો

સિરામિક ટાઇલ્સની ફેક્ટરીમાં ડિરેક્ટર જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ દરોડા પાડ્યા છે. આ દરોડા રાજકોટ, મોરબી, રાજસ્થાન, અમદાવાદ, અજમેર, ધાંગ્રધા ખાતે પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને મોટાપાયા પર કરચોરી પકડવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 4 સિરામિક ટાઇલ્સ ફેક્ટરીઓનું GST કૌભાંડ: કૌભાંડી રાજસ્થાનથી પકડાયો

અમદાવાદઃ સિરામિક ટાઇલ્સની ફેક્ટરીમાં ડિરેક્ટર જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ જીએસટી કૌભાંડના (GST) સંદર્ભમાં દરોડા પાડ્યા છે. આ દરોડા રાજકોટ, મોરબી, રાજસ્થાન, અમદાવાદ, અજમેર, ધાંગ્રધા ખાતે પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને મોટાપાયા પર કરચોરી પકડવામાં આવી છે. તેની સાથે બોગસ બિલ આપનારા માસ્ટર માઇન્ડની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરવામાં આવી છે.

મોરબીની સિરામિક ફેક્ટરીમાં દરોડા પાડીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સિરામિક ટાઇલ્સ બનાવતી ફેક્ટરીઓને બોગસ બિલ આપનારા મુખ્ય સૂત્રધાર નીતિન રમેશચંદ્ર ભીમાણીને રાજકોટ ઝોનલ યુનિટમાં લઈ જઈને સ્ટેટમેન્ટ લઈને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સિરામિક ટાઇલ્સ બનાવતી ફેક્ટરીની 5.20 કરોડની જીએસટીની ચોરી પકડાઈ છે.

આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ નીતિન ભીમાણી મોરબીની દસ ફેક્ટરીઓને બોગસ ટ્રાન્સપોર્ટના બિલો, બોગસ ઇ-વે બિલ અને બોગસ ખરીદ વેચાણના બિલો બનાવી આપતો હતો. આ કૌભાંડમાં ફેક્ટરી માલિકોની પણ સંડોવણી બહાર આવી છે.

એકસાઇઝ ઇન્ટેલિજન્સના અધિકારીઓ ટૂંક સમયમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદકોની ધરપકડ કરશે. નીતિન ભીમાણી જે ફેક્ટરી માલિકોને બોગસ બિલિંગ કરી આપતો હતો તેના નામો તપાસકર્તા અધિકારીઓને મળી ગયા છે. અધિકારીઓએ પકડેલા જીએસટી કૌભાંડનો આંકડો 100 કરોડને સ્પર્શી ગયો છે. દસ સ્થળોએ દરોડા પાડીને કરચોરીના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે સિરામિક ટાઇલ્સ ભરેલી ટ્રકો રાજસ્થાન મોકલાતી હતી અને બોગસ ટ્રાન્સપોર્ટ બિલો બનાવી જીએસટીની મોટાપાયા પર ચોરી કરાતી હતી. ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી માટેના ઇ-વે બિલ જનરેટ કરાતા હતા અને પાછળથી તે ડીલીટ કરી દેવાતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો