Not Set/ રાજ્યમાં ડેન્ગ્યુનાં દાનવનો હાહાકાર, વડોદરામાં એક યુવાનનું મોત, જામનગરમાં 100થી વધુ સારવાર હેઠળ

ગુજરાતભરમાં ડેન્ગ્યુને કારણે ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. અને મહાનગરોની હાલત તો આ મામલે સૌથી વધુ ખરાબ જોવામા આવી રહી છે. કહેવાતી આરોગ્યસ્પ્રદતા અને હાઇફાઇ અને હાઇટેક મહાનગર નિગમોનું ડેન્ગ્યુ મામલે ગુજરાતમાં વલણ સાવ ખેડે ગયેલું જોવામાં આવી રહ્યું છે. વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુના કારણે વડોદરાનાં દાંડિયાબજારનાં […]

Gujarat Vadodara Others
dengue.jpg1 રાજ્યમાં ડેન્ગ્યુનાં દાનવનો હાહાકાર, વડોદરામાં એક યુવાનનું મોત, જામનગરમાં 100થી વધુ સારવાર હેઠળ

ગુજરાતભરમાં ડેન્ગ્યુને કારણે ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. અને મહાનગરોની હાલત તો આ મામલે સૌથી વધુ ખરાબ જોવામા આવી રહી છે. કહેવાતી આરોગ્યસ્પ્રદતા અને હાઇફાઇ અને હાઇટેક મહાનગર નિગમોનું ડેન્ગ્યુ મામલે ગુજરાતમાં વલણ સાવ ખેડે ગયેલું જોવામાં આવી રહ્યું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુના કારણે વડોદરાનાં દાંડિયાબજારનાં 20 વર્ષિય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. અને ડેન્ગ્યુનો કહેરને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવાર દરમિયાન આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. વડોદરા ખાતે ડેન્ગ્યુના વધુ 16 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે વડોદરામાં અત્યાર સુધી ડેન્ગ્યુથી 10 લોકોનાં મોત નિપજ્યા છે.

જામનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર યથાવત છે. જી.જી.હોસ્પિટલમાં વધુ 16 દર્દીઓનો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.  આરોગ્ય વિભાગની કામગીરી પર ડેન્ગ્યુ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનાં નવા 100 દર્દીઓ સારવાર માટે સામે આવ્યા છે. તો સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 2500 થી વધુ દર્દીઓને ડેન્ગ્યુએ ઝપેટમાં લીધા હોવનો આરોગ્ય વિભગનો અંક સૂચવે છે. જામનગરમાં ડેન્ગ્યુથી કુલ મોતનો આંક 20 ને પાર થઇ ગયો છે. પરંતુ તંત્ર ઠંડુગાર જોવામાં આવી રહ્યુંં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.