Political/ 6 મનપાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર, હાથના કર્યા હૈયે વાગ્યા જેવા હાલ

6 મનપાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર, હાથના કર્યા હૈયે વાગ્યા જેવા હાલ

Gujarat Others Trending
congres 6 મનપાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર, હાથના કર્યા હૈયે વાગ્યા જેવા હાલ

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. અને જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની 576 બેઠકમાંથી ભાજપે 483બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસ માત્ર  55 ઉપર અટકી ગયી છે.

અત્રે નોધનીય છે કે, રંગીલા રાજકોટમાં કોંગ્રેસ 4  બેઠક ઉપર અટકી છે તો સુરતમાં ખાતું પણ ખોલાવી શકી નથી. રાજ્યની મોટાભાગની બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે. સુરત માં તો કમળ નીચેના કાદવમાં કોંગ્રેસ ખુંપી ગઈ જેવા હાલ છે. ગુજરાત ની જનતાએ કોંગ્રેસને વધુ એક વખત જાકારો આપ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

આ ચૂંટણીમાં પહેલાથી જ કોંગ્રેસની નૈયા ડૂબતી દેખાઈ રહી હતી.  ફોર્મમાં, મેન્ડેટમાં, સહી કરવામાં લોચા હતા. સુરત કોંગ્રેસમાં ઉમેદવાર ફોર્મ ભરાયા વિના જ ખાલી હાથે પરત ફર્યા હતા. જે ગુજરાત કોંગ્રેસનું નબળું નેતૃત્વ અને ગેર શિસ્ત દર્શાવી રહી છે.

હાલમાં જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઉંધા માથે પટકાઈ હતી. અને હવે 6 મનપા માં પણ હાલ બેહાલ થયા છે. ત્યારે જીલ્લા પંચાયતમાં પણ કેવા હાલ હવાલ થશે તે વિચારી શકાય તેમ નથી.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર એટલા સવાલ ઉભા થયા છે, તો કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તો ચૂંટણી પહેલાથી જ શંકાના ઘેરામાં છે. પાટીદાર  વોટ મેળવવા માં જ નિષ્ફળ રહ્યા છે.  ટીકીટ વહેચણીમાં જ તેની બાદબાકી થઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ અને અમદાવાદ કોંગ્રેસ NSUI ના કાર્યકરો પણ અમિત ચાવડાથી નારાજ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે.બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી ને લઈને પણ અમિત ચાવડા સહિત ના નેતાઓ ઉપર રૂપિયા લઈ ટીકીટ આપ્યા હોવાના આક્ષેપો થયા હતા એટલે જ ગુજરાત કોંગ્રેસ ની અંદર અંદરના આંતરિક વિખવાદ ને કારણે જ કોંગ્રેસ ક્યારેય આગળ આવી નહીં શકે તેવું કહેવાય છે.

એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા યુવાઓ ને આકર્ષવા અને પાટીદાર મતો ખેંચવા માટે થઈ હાર્દિક પટેલ ને કાર્યકારી અધ્યક્ષ બનાવવા માં આવ્યા હતા પરંતુ હાર્દિક પટેલ પોતાના જ રાજકીય રોટલા શેકવા માટે થઈ ને રાજનીતિ કરી રહ્યો હોય તેમ લાગી રહ્પોયું છે.