Desert festival/ કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવનો પ્રારંભ, ટુરીઝમ ક્ષેત્રે કચ્છ પોહ્ચ્યું વિશ્વ ફલક પર

વિશ્વ વિખ્યાત બનેલ કચ્છના રણમાં રણ ઉત્સવનો 10 નવેમ્બરથી પ્રારંભ થઇ ચુક્યો છે. જે 25 ફેબ્રુઆરી સુધી ચાલશે ટુરીઝમ ક્ષેત્રે કચ્છ વિશ્વ ફલક પર પોહ્ચ્યું છે. પર્યટકો માટે કચ્છનું રણ હવે ફેવરેટ ડેસ્ટીનેસન બની ચુક્યું છે ત્યારે રણ ઉત્સવના પહેલા દિવસે જ વિદેશી સહિત પ્રવાસીઓ ઉમટ્યા હતા. ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવી હોય તેવો કુદરતી નજરો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. રણોત્સવમાં 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યું છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલાની ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે..

Top Stories Gujarat Others
Desert festival kicks off in the white desert of Kutch, tourism puts Kutch on the world stage

વિશ્વ વિખ્યાત બનેલ કચ્છના રણમાં રણ ઉત્સવનો 10 નવેમ્બરથી પ્રારંભ થઇ ચુક્યો છે, ટુરીઝમ ક્ષેત્રે કચ્છ વિશ્વ ફલક પર પોહ્ચ્યું છે…પર્યટકો માટે કચ્છનું રણ હવે હોટ ફેવરેટ ડેસ્ટીનેસન બની ચુક્યું છે. કચ્છની કળા,સંસ્કૃતિ, પરંપરા,સંગીત અને ભાતીગળનો સંગમ રણ ઉત્સવ.

વિશ્વ પ્રસિદ્ધ ધોરડોના સફેદરણમાં ટેન્ટસીટીમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા દિવસે જ વિદેશી સહિત પ્રવાસીઓ ઉમટ્યા હતા. ટેન્ટસીટી મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, આ વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળતા વધુ પ્રવાસીઓ આકર્ષાશે. ધોળાવીરાનો પેકેજમાં પહેલીવાર સમાવેશ કરાયો છે, જે રોડ ટુ હેવનના કારણે પણ લોકચાહના મેળવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિક ના બદલે લાકડાંના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે, સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે.

ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવી હોય તેવો કુદરતી નજરો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. રણોત્સવમાં 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. દરવર્ષે લાખો સહેલાણીઓ સફેદરણ મુલાકાત પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજય સરકાર કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે. રણોત્સવ કચ્છ તેમજ ગુજરાતની ઓળખ બની ગઈ છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છ કલા સંસ્કૃતિ દર્શન કરી રહયા છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલાની ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે.

આ પણ વાંચો:matar/માતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા

આ પણ વાંચો:અમરેલી/દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

આ પણ વાંચો:Gujarat Forest Department/અમરેલીમાં દિવાળી તહેવાર પર સિંહ દર્શનને લઈને વન વિભાગ એલર્ટ