અમરેલી/ દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

અમરેલી ગીર વિસ્તારમાં જવાનું પસંદ કરતા હોય છે.ત્યારે ધારીના સફારીપાર્ક અને ગડધરા ખોડીયારમાં પર્યટકોનો ભારે ઘસારો રહે છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 12T135503.614 દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

@પરેશ પરમાર   

Amreli News: દિવાળીનું વેકેશન હોય ત્યારે મોટાભાગના લોકો સાસણ કે પછી અમરેલી ગીર વિસ્તારમાં જવાનું પસંદ કરતા હોય છે.ત્યારે ધારીના સફારીપાર્ક અને ગડધરા ખોડીયારમાં પર્યટકોનો ભારે ઘસારો રહે છે. ત્યારે ધારીમાં આવેલ સફારી પાર્કમાં વેકેશન સમયે વનવિભાગ દ્વારા સુંદર ગોઠવણ કરવામાં આવી છે. સહેલાણીઓ વધુમાં વધુ ધારીના સફારી પાર્ક તરફ વળે તેવા પ્રયાસો ધારી વનવિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. તો પર્યટકો માટે વનવિભાગે શું આયોજન કર્યું છે.

 Untitled 10 દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

અમરેલી જિલ્લાના ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક.સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા ટાઇમના સેડયૂલમાં ચેન્જ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.દેશની આન બાન અને શાન ગણાતા ગીરના સિંહોની ડણક સાથે કાળિયારના ટોળાઓ અને દીપડા સાથે જરખ પણ મુક્ત મને વિહરતા સફારી પાર્કમાં જોવા મળશે.જેના કારણે વિવિધ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ જોઈને સહેલાણીઓને આનંદ મળશે.સિંહો જોવા સાસણ અને જૂનાગઢ સક્કર બાગની જગ્યાએ સૌથી સલામત અને સુંદર વ્યવસ્થા વનવિભાગ દ્વારા અહીં કરવામાં આવી છે.આ વર્ષે સહેલાણીઓને સિંહો સાથે સાથે દીપડા કાળિયાર અને જરખના ટોળાઓ પણ જોવા મળશે.

Untitled 11 દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

વેકેશનના સમયમાં મોટેભાગે લોકો હિલ સ્ટેશન સાપુતારા માઉન્ટ આબુ કે દીવ, દમણ, ગોઆ કે પછી સાસણ તરફ વળતા હોય છે.. ત્યારે પ્રવાસીઓ માટે વધુ આકર્ષિત અને નયનરમ્ય નજારા વચ્ચે ધારીનું આ સફારી પાર્ક સૌથી વધુ સુરક્ષિત છે.અને સહેલાણીઓને સફારી પાર્કમાં સિંહ સિંહણ તેમના બે બચ્ચાં સાથે કાળિયારના ટોળા અને હિંસક ગણાતું જરખ પણ મુક્ત મને વિહરતા જોવાનો અદભુત લહાવો મળે તેવું આગવું આયોજન વનવિભાગે કર્યું છે.

Untitled 12 દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક

ધારીના સફારી પાર્કમાં દર વર્ષે વેકેશન સમયમા સહેલાણીઓની અવર જ્વર રહે છે. ગત વર્ષે સફારી પાર્કમાં 40 હજાર પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લીધો હતો.તો આ વખતે વધુ સહેલાણીઓ સફારી પાર્કની મુલાકાત લે તેવી વનતંત્ર દ્વારા પણ અપીલ સાથે સુવિધાઓ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક


આ પણ વાંચો:બગસરામાં વિધર્મી નરાધમ યુવકે 13 વર્ષની બાળકી પર આચર્યું દુર્ષકર્મ

આ પણ વાંચો:એકએ પકડ્યા ખતરનાક આતંકવાદીને, તો બીજાએ ડ્રગ્સ પર સકંજો કસ્યો… જાણો બે સબ ઈન્સ્પેક્ટરની કહાની

આ પણ વાંચો:“ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

આ પણ વાંચો:સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત