Kohli-Record/ કોહલી આજની મેચમાં અનેક રેકોર્ડ રચી શકે

ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી ગોલ્ડન બેટની રેસમાં છે. આજની હોલેન્ડ સામેની મેચમાં કોહલી અનેક રેકોર્ડ રચવાની સાથે ગોલ્ડન બેટનો દાવેદાર પણ બની શકે છે. ન્યૂઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર 591 રન સાથે ટોચ પર છે. જ્યારે સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક 565 રન સાથે બીજા સ્થાને છે.

Sports
YouTube Thumbnail 2023 11 12T134904.914 કોહલી આજની મેચમાં અનેક રેકોર્ડ રચી શકે

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી ગોલ્ડન બેટની રેસમાં છે. આજની હોલેન્ડ સામેની મેચમાં કોહલી અનેક રેકોર્ડ રચવાની સાથે ગોલ્ડન બેટનો દાવેદાર પણ બની શકે છે. ન્યૂઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર 591 રન સાથે ટોચ પર છે. જ્યારે સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક 565 રન સાથે બીજા સ્થાને છે.

કોહલીની નજર સચીન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ પર પણ રહેશે. જો કોહલી સદી ફટકારે તો સચીન તેંડુલકરના વન-ડેમાં 49 સદીના રેકોર્ડને 50મી સદી સાથે તોડી શકે છે. તેની સાથે જો કોહલી 131 રન કરે તો સચીને 2011ના વર્લ્ડકપમાં 673 રન કર્યા હતા તે રેકોર્ડને પણ કોહલી તોડી શકે છે. ભારત આજે વર્લ્ડ કપની લીગ મેચ રમનાર છે.

વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી રમાયેલી આઠ મેચમાં 108.60ની સરેરાશથી 543 રન બનાવી ચૂક્યો છે. હવે જો તે હોલેન્ડ સામે 49 રન બનાવશે તો વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે.


આ પણ વાંચોઃ Snow-Fall/ દિવાળી પછી ઠંડી વધશેઃ આવતા મહિનાથી પડવા માંડશે કડકડતી ઠંડી

આ પણ વાંચોઃ Netanyahu’s World Message/ “હમાસના અંત સુધી યુદ્ધ ચાલુ રહેશે… ગાઝામાં યુદ્ધવિરામને ભૂલી જાઓ”, નેતન્યાહૂનો વિશ્વને ફરી સંદેશ

આ પણ વાંચોઃ Indian Cricketers-Diwali/ નેધરલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ઉજવી દિવાળી