Snow-Fall/ દિવાળી પછી ઠંડી વધશેઃ આવતા મહિનાથી પડવા માંડશે કડકડતી ઠંડી

ભારે હિમવર્ષાના લીધે સમગ્ર ઉત્તરાખંડ બરફાચ્છાદિત થઈ ગયું છે. ફક્ત ઉત્તરાખંડ જ નહી હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. તેના લીધે આગામી દિવસોમાં મેદાની પ્રદેશોમાં ઠંડીમાં વધારો જોવા મળવાની પૂરી સંભાવના છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 12T131312.549 દિવાળી પછી ઠંડી વધશેઃ આવતા મહિનાથી પડવા માંડશે કડકડતી ઠંડી

નવી દિલ્હીઃ ભારે હિમવર્ષાના લીધે સમગ્ર ઉત્તરાખંડ બરફાચ્છાદિત થઈ ગયું છે. ફક્ત ઉત્તરાખંડ જ નહી હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. તેના લીધે આગામી દિવસોમાં મેદાની પ્રદેશોમાં ઠંડીમાં વધારો જોવા મળવાની પૂરી સંભાવના છે.

જમ્મુ-કાશ્મીરનો દેશના અન્ય માર્ગો સાથે સંપર્ક તૂટી ગયો છે. હિમાચલમાં મનાલી-લેહ રોડ અને અટલ ટનલ બંધ કરવાની ફરજ પડી હતી. શ્રદ્ધાળુઓના ચારધામ ઉત્તરાખંડના બદ્રીનાથ-કેદારનાથ ખીણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. અહીં તાપમાન સામાન્ય કરતાં નવ ડિગ્રી નીચે ઉતરી ગયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં ઊંચા અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ થઈ છે. ગુલમર્ગમાં પણ સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમવર્ષા થઈ હતી. ગુરેઝ, સોનમાર્ગ, જોઝિલા પાસ, ફરકિયા ટોપ, કુલગામ અને બડગામના કેટલાક વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. રાજોરી, પૂંછ, ડોડા, કિશ્તવાર, રામબન, કઠુઆમાં પણ હિમવર્ષા થઈ છે. બનિહાલમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે.

પ્રવાસીઓ માટેના પ્રસિદ્ધ સ્થળો નાથાટોપ અને પટણીટોપમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ખરાબ હવામાનના લીધે કટરા-સાંજીછત વિસ્તારમાં હેલિકોપ્ટર સેવા પ્રભાવિત રહી હતી. જો કે બપોર બાદ હવામાન ચોખ્ખુ થઈ ગયું હતું. જમ્મુ-શ્રીનગર હાઇવે હાલમાં બંધ છે.

મનાલી-લેહ માર્ગ શનિવારે બીજા દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો. આના લીધે મનાલીથી લેહ તરફ માલસામાન લઈ જતી ટ્રકને દારચા પોલીસ ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી. આ માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત્ થયા પછી આ વાહનોને જવાની મંજૂરી અપાશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને બરાલાચા અને જિંગજિંગબારથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ઉત્તરાખંડના બદ્રી-કેદારમાં ત્રીજા દિવસે પણ હવામાન ખરાબ રહ્યું હતું. ભારે હિમવર્ષા થઈ હતી અને તેના લીધે અહીં બરફની ચાદર છવાઈ છે. હિમવર્ષાના લીધે બંને ધામોમાં કડકડતી ઠંડી પડી રહી છે. બદ્રીનાથમાં લઘુત્તમ તાપમાન માઇનસ સાત ડિગ્રી અને મહત્તમ આઠ ડિગ્રી હતુ. કેદારનાથમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી નોંધાયું હતું.


આ પણ વાંચોઃ Netanyahu’s World Message/ “હમાસના અંત સુધી યુદ્ધ ચાલુ રહેશે… ગાઝામાં યુદ્ધવિરામને ભૂલી જાઓ”, નેતન્યાહૂનો વિશ્વને ફરી સંદેશ

આ પણ વાંચોઃ Indian Cricketers-Diwali/ નેધરલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ઉજવી દિવાળી

આ પણ વાંચોઃ Sudan Darfur/ સુદાનના દારફુરમાં મિલિશિયા લડાકુઓએ 800 લોકોની કરી હત્યા