Not Set/ વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીનો પક્ષ પણ ઝંપલાવશે.

વિધાનસભાની ચુંટણીમાં માયાવતીનો પક્ષ બહુજન સમાજવાદી પક્ષ પણ ઝંપલાવશે. તેમજ તે દરેક બેઠક પર એકલા હાથે ચુંટણી લડે તેવી શક્યતા છે. બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ ગુજરાત ચુંટણીની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચુંટણી પ્રચારની શરૂઆત થઈ ચુકી છે. જેમાં ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ અમારો મુખ્ય મુદ્દો રહેશે. ઉના દલિત કાંડને આજે એક વર્ષથી […]

Top Stories
22Mayawati.jpg.image .975.568 વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીનો પક્ષ પણ ઝંપલાવશે.

વિધાનસભાની ચુંટણીમાં માયાવતીનો પક્ષ બહુજન સમાજવાદી પક્ષ પણ ઝંપલાવશે. તેમજ તે દરેક બેઠક પર એકલા હાથે ચુંટણી લડે તેવી શક્યતા છે. બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ ગુજરાત ચુંટણીની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચુંટણી પ્રચારની શરૂઆત થઈ ચુકી છે. જેમાં ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ અમારો મુખ્ય મુદ્દો રહેશે. ઉના દલિત કાંડને આજે એક વર્ષથી પણ વધારે સમય વીતી ચુક્યો છે. પરંતુ પ્રભાવિત દલિતોને કોઈ યોગ્ય લાભ હજુ સુધી મળ્યા નથી.

સમાન વિચારધારા વાળા પક્ષ સાથે વાતચીત કરી છે કે નહીં તે મુદ્દે તેમણે જણાવ્યું કે બસપા એકલા હાથે ચુંટણી લડશે. અમે ના તો કોઈ પક્ષ સાથે વાતચીત કરી છે કે ના તો કોઈ પક્ષ તરફથી પ્રસ્તાવ આવ્યો છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર ચુંટણી પ્રચાર દરમિયાન માયાવતી પણ ગુજરાતમાં લોકોને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય કે થોડા સમય અગાઉ જ બસપા સુપ્રીમો માયાવતીએ વડોદરામાં ડો. બાબા સાહેબ આંબેડકરના મહાસંકલ્પ વર્ષની ૧૦૦ વર્ષની પુર્ણાહુતીએ આવ્યા હતા. તેમજ મહાસંકલ્પ શતાબ્દી મહારેલીનું આયોજન કર્યું હતું. આ જ દિવસે ડો. આંબેડકરે નોકરી છોડીને અસ્પૃશ્યતા અંગે અભિયાન શરુ કર્યું હતું. બસપાએ આ ઘટનાના માધ્યમથી દલિત અને વંચિતોમાં સ્પષ્ટ રાજકીય સંદેશ આપ્યો હતો. જો કે બસપાના ઉમેદવાર પસંદગીના મુદ્દે હાલ પ્રકિયા ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ સમયસર ઉમેદવારો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.