ફરિયાદ/ ઈમરાન ખેડાવાલાનો પત્ર, IAS ડો. રાજીવ કુમાર ગુપ્તા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદ્દલ કાર્યવાહી કરવા માંગ

ગુજરાત કોંગ્રેસના જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને IAS ડો. રાજીવ ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

Top Stories Ahmedabad
ઝવેરચંદ મેઘની 5 ઈમરાન ખેડાવાલાનો પત્ર, IAS ડો. રાજીવ કુમાર ગુપ્તા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદ્દલ કાર્યવાહી કરવા માંગ

ગુજરાત કોંગ્રેસના જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને IAS ડો. રાજીવ ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. તેમને IAS ડો. રાજીવ ગુપ્તા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી છે. અને વિશેષાધિકાર ભંગ બદ્દલ કાર્યવાહી કરવા માંગ કરી છે.

તેમણે વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં પણ અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ગરીબો માટે રજૂઆત કરવા તેઓ અમદાવાદમાં કોરોના સામે મોરચો સંભાળનારા અધિક સચિવ ડો. રાજીવ ગુમાર ગુપ્તાને ફોન કરતાં હોવા છતાં પણ તે ફોન ઉપાડતા નથી.

તેમને પત્રમાં લખ્યું છે કે, કોરોનાના કપરા કાળમાં મળેલી અમર્યાદિત સત્તાને કારણે અધિકારીઓ બેફામ બની ગયા છે. પ્રજાની વાત તો દુર રહી પણ પ્રજાના પ્રતિનિધિની વાત પણ કાને ધરતા નથી.

તેના પગલે તેમણે ડો. રાજીવકુમાર ગુપ્તાના ટવીટર પર રજૂઆત કરી હતી તો તેઓએ તેમને બ્લોક કરી દીધા છે. હવે કોઈ અધિકારી ધારાસભ્યનો જ ફોન ન ઉપાડે અને તેને બ્લોક કરે ત્યારે સામાન્ય જનતાની શું હાલત થાય. પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હોવા છતાં અધિકારીઓ આવો તોછડો વ્યવહાર કરી રહ્યા છે. તો પછી સામાન્ય માનવી સામે કેવો વ્યવહાર કરતા હશે.

વધુમાં તેમને જણાવ્યું છે કે, કોરોના દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી. એક એમ્બ્યુલન્સમાં એક કરતાં વધારે ડેડબોડી લઈ જવાય છે. કોરોના પોઝિટિવ દર્દીઓના મોત અંગે સ્મશાન અને સરકારના આંકડામાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે આમ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવાના બદલે જનપ્રતિનિધિનો ફોન ન ઉપાડી અને તેનું ટવીટર એકાઉન્ટ બ્લોક કરી તેમણે ધારાસભ્ય તરીકે મને મળેલા વિશેષાધિકારોનો ભંગ કરી અપમાન કર્યુ છે. તેથી તેમની સામે વિધાનસભાના નિયમ 249 હેઠળ વિશેષાધિકાર ભંગનો મુદ્દો ઉપસ્થિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…