Not Set/ અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાઈ પાંચ જજોની બેંચ, ૧૦ જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી, દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ૫ જજોની બંધારણીય ખંડપીઠનું ગઠન કરવામાં આવ્યું છે. પાંચ જજોની બેન્ચનું ગઠન થયા બાદ હવે આગામી ૧૦ જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. Five-judge bench led […]

Top Stories India Trending
28 10 2018 ram mandir and supreme cour 18582411 21910846 1 અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાઈ પાંચ જજોની બેંચ, ૧૦ જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી,

દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ૫ જજોની બંધારણીય ખંડપીઠનું ગઠન કરવામાં આવ્યું છે.

પાંચ જજોની બેન્ચનું ગઠન થયા બાદ હવે આગામી ૧૦ જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એs એ બોબ્ડે, જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ યુ યુ લલિત તેમજ જસ્ટિસ ડી વાય ચંદ્રહુડ શામેલ છે.

આ પહેલા ૬ જાન્યુઆરીના રોજ દેશની સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણી ૧૦ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. આ ઉપરાંત નક્કી કરવામાં આવ્યું હતું કે, આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટની બેંચ નક્કી કરી કરશે કે રામ મંદિર અંગે આગામી સુનાવણી ક્યારે થશે તેમજ આ મામલાની સુનાવણી કઈ બેંચ કરશે.

જાણો, શું છે અયોધ્યાનો ટાઈટલ શૂટનો આ વિવાદ ?

Congress 5963 અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાઈ પાંચ જજોની બેંચ, ૧૦ જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી
national-supreme-court-hearing-on-january-10th-constitution-bench-hear-ayodhya-matter

દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ ૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી.

ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિંદુ રીતિ રીવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૫૯માં નિર્મોહી અખાડા દ્વારા આ વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.

નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા પણ આ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો ઠોકયો હતો.

Allahabad High court અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાઈ પાંચ જજોની બેંચ, ૧૦ જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી
national-supreme-court-hearing-on-january-10th-constitution-bench-hear-ayodhya-matter

ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ત્રણ ભાગોમાં વહેંચી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.

જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ પણ કોઈ પણ પક્ષ રાજી થયું ન હતું અને ત્યારબાદ આ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Babri masjid Ram mandir અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાઈ પાંચ જજોની બેંચ, ૧૦ જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી
national-supreme-court-hearing-on-january-10th-constitution-bench-hear-ayodhya-matter

૯ મે, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પણ રોક લગાવી દીધી હતી.

ત્યારબાદ ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ૨.૭૭ એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે.