Not Set/ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં રેલવે પોલીસ દ્વારા SIT ની રચના કરાઈ

અમદાવાદ: ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની  હત્યાથી ગુજરાતના રાજકીય આલમ ખળભળાટ મચી જવા પામ્યો છે. જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તાત્કાલિક તપાસ કરવામાં માટે રેલવે પોલીસ દ્વારા એક SIT (સીટ)ની રચના કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વડા તરીકે અમદાવાદ રેલવે પોલીસના ડીવાયએસપી પી.પી. પીરોજિયાની નિમણુક કરવામાં આવી છે.  […]

Top Stories Gujarat Others Trending Politics
SIT was formed by the Railway Police in Jayanti Bhanushali Murder case

અમદાવાદ: ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની  હત્યાથી ગુજરાતના રાજકીય આલમ ખળભળાટ મચી જવા પામ્યો છે. જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તાત્કાલિક તપાસ કરવામાં માટે રેલવે પોલીસ દ્વારા એક SIT (સીટ)ની રચના કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વડા તરીકે અમદાવાદ રેલવે પોલીસના ડીવાયએસપી પી.પી. પીરોજિયાની નિમણુક કરવામાં આવી છે.  આ એસઆઈટી ડીવાયએસપી પી.પી પીરોજિયાના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે.

આ એસઆઈટીમાં પી.પી. પીરોજિયા ઉપરાંત રાજકોટના ડીવાયએસપી, રેલવે એલસીબીના એક પીઆઈ અને 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટ દ્વારા જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ કામગીરી હાથ ધરશે.

જો કે આ મામલે હાલમાં મોરબી જિલ્લા પોલીસ, રેલવે એલસીબી, જિલ્લા એલસીબી, ગાંધીધામ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પોતપોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે. આ હત્યામાં પોલીસ દ્વારા રેલવેમાં અત્યાર સુધી થયેલા વિવિધ મર્ડરની થિયરી અંગે તપાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂજથી દાદર જઈ રહેલી સયાજીનગરી એક્સપ્રેસમાં ચાલતી ટ્રેને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભાનુશાળી અબડાસાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સયાજીનગરી ટ્રેનમાં ભૂજથી અમદાવાદ તેઓ જઈ રહ્યા હતા ત્યારે માળિયા નજીક કેટલાક શખ્સોએ એસી કોચમાં ઘુસીને ભાનુશાળી પર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ જયંતિ ભાનુશાળીને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. હાલ અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે તે તમને જણાવીએ તો આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ મામલે એફએસલની પણ મદદ લેવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળી પર ગત વર્ષે જ એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેમણે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.