Not Set/ “ગણતંત્ર દિવસ”ના રોજ પહેલીવાર ૧૦ રાષ્ટ્રપ્રમુખો રહેશે હાજર, જાણો આ મહેમાનો માત્ર એક ક્લિક પર

દિલ્લી, ૨૬ જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ પર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એ બનશે જયારે દુનિયાના ૧૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો એકસાથે ભારતની ત્રણેય સેનાઓની તાકાતની ઝાંખી જોશે. દિલ્લીમાં યોજાનારા ૬૯માં ગણતંત્ર દિવસ પર આશિયાન દેશોના ૧૦ રાષ્ટ્રપ્રમુખો હાજર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પ્રજાસત્તાક દિવસ પર કોઈ પણ એક જ દેશના રાષ્ટ્રપ્રમુખને અતિથિના રૂપમાં બોલાવવાની પરંપરા […]

Top Stories
manila summit 7591 "ગણતંત્ર દિવસ"ના રોજ પહેલીવાર ૧૦ રાષ્ટ્રપ્રમુખો રહેશે હાજર, જાણો આ મહેમાનો માત્ર એક ક્લિક પર

દિલ્લી,

૨૬ જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ પર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એ બનશે જયારે દુનિયાના ૧૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો એકસાથે ભારતની ત્રણેય સેનાઓની તાકાતની ઝાંખી જોશે. દિલ્લીમાં યોજાનારા ૬૯માં ગણતંત્ર દિવસ પર આશિયાન દેશોના ૧૦ રાષ્ટ્રપ્રમુખો હાજર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પ્રજાસત્તાક દિવસ પર કોઈ પણ એક જ દેશના રાષ્ટ્રપ્રમુખને અતિથિના રૂપમાં બોલાવવાની પરંપરા છે.

૬૯માં પ્રજાસત્તાક દિવસ પર હાજર રહેનારા તમામ રાષ્ટ્રપ્રમુખ ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાત કરીને બીજા નક્કી કરવામાં કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. આ ઉપરાંત ગુરુવારે ભારત-આશિયાન દેશો વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશીયાનના તમામ ૧૦ દેશોના નેતાઓ તેમજ મ્યાનમારના આંગ સાન સૂ કી સાથે પણ મુલાકાત કરશે.

આશિયાન દેશોમાં ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, બ્રુનેઇ, મ્યાનમાર, કંબોડિયા અને વિયતનામ જેવા દક્ષિણ પૂર્વ એશીયાઇ દેશોનો સમૂહ છે. તેમજ આ દેશો વચ્ચે અત્યાર સુધી ૩૧ આશિયાન સમિટ થઇ ચુકી છે.

૬૯માં ગણતંત્ર દિવસ પર આશિયાન દેશોના આ ૧૦ રાષ્ટ્રપ્રમુખ રહેશે હાજર.

સિંગાપુર –  લી સિયન લુંગ

થાઈલેન્ડ – પ્રાયુત ચાન-ઓચા

મ્યાનમાર – આંગ સાન સૂ કી

બ્રુનેઇ  –  સુલ્તાન બોલ્કિયા

કંબોડિયા – હુન સેન

ઇન્ડોનેશિયા – જોકો વિડેડો

મલેશિયા – મોહમ્મદ નજીબ બિન તુન અબ્દુલ રજાક

વિયતનામ – ગુયેન શુઆન ફૂક

ફિલીપીન્સ  –  રોડ્રીગો દુતેર્તે

શું છે આશિયાન ?

૮ ઓગ્સ્ટ, ૧૯૬૭માં દક્ષિણ પૂર્વ એશિયાના ચાર દેશ ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીન્સ, સિંગાપુર અને થાઈલેન્ડ દ્વાર સાથે મળીને આશિયાન સમૂહનું ગઠન કર્યું હતું. આ ૧૦ દેશના સમૂહનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, સુરક્ષા, રાજનીતિ, અને ક્ષેત્રીય સહયોગ વધારવાનો હતો.