Not Set/ પદ્માવતને જોઇને પંજાબની રાજપૂત મહાસભાએ ફિલ્મને ગ્રીન સીન્ગલ આપી દીધું

ખુબ જ વિવાદોમાં ઘેરાયેલી પદ્માવત ફિલ્મને જોયા પછી આખરે રાજપૂત મહાસભા પંજાબ અને હિંદુ સંગઠનોએ તેને લીલી ઝંડી આપી છે. પઠાણકોટ સહિત રાજ્યના અનેક જીલ્લાના થિયેટર્સમાં કડક સુરક્ષા વચ્ચે પ્રમિયર શો બતાવવામાં આવ્યો હતો. પઠાણકોટ જિલ્લા પ્રશાસને ૩૦ સદસ્યોની કમિટી બનાવી હતી. જેમાં પંજાબના અધ્યક્ષ દેવેન્દ્ર દર્શી, ઉપાધ્યક્ષ કુંવર રવીન્દ્ર વિક્કી, હિમાચલ રાજપૂત સભાના યુવા […]

Top Stories
punjab rajput પદ્માવતને જોઇને પંજાબની રાજપૂત મહાસભાએ ફિલ્મને ગ્રીન સીન્ગલ આપી દીધું

ખુબ જ વિવાદોમાં ઘેરાયેલી પદ્માવત ફિલ્મને જોયા પછી આખરે રાજપૂત મહાસભા પંજાબ અને હિંદુ સંગઠનોએ તેને લીલી ઝંડી આપી છે. પઠાણકોટ સહિત રાજ્યના અનેક જીલ્લાના થિયેટર્સમાં કડક સુરક્ષા વચ્ચે પ્રમિયર શો બતાવવામાં આવ્યો હતો.

પઠાણકોટ જિલ્લા પ્રશાસને ૩૦ સદસ્યોની કમિટી બનાવી હતી. જેમાં પંજાબના અધ્યક્ષ દેવેન્દ્ર દર્શી, ઉપાધ્યક્ષ કુંવર રવીન્દ્ર વિક્કી, હિમાચલ રાજપૂત સભાના યુવા પ્રધાન અભિષેક ઠાકુર તેમજ હિન્દુ સુરક્ષા સમિતિ પંજાબ પ્રધાન વિક્કી ઠાકુર હાજર રહ્યાં હતાં.

ફિલ્મ જોયા બાદ રાજપૂત મહાસભાના અધ્યક્ષ દવિન્દર દર્શીએ કહ્યું કે, ‘અમે આ પહેલા ફિલ્મના રિલીઝનો વિરોધ કરતા હતા, જોકે ફિલ્મ જોયા પછી અમને સંતોષ છે. રાજપૂત સમાજના વિરોધને લઈને ફિલ્મ મેકર્સે 300 જેટલા કટ્સ મારવા પડ્યા હતા.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આજે અમે આ ફિલ્મ જોઈ અને હવે અમને લાગી રહ્યું છે કે, ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી અને મર્યાદા દુભાય તેવું કંઈજ ફિલ્મમાં નથી. જેથી ફિલ્મ જો રિલીઝ થાય તો અમને કોઈ વિરોધ નથી. તેટલું જ નહીં આજથી રાજપૂત મહાસભા ફિલ્મનો વિરોધ પરત ખેંચી રહી છે.’

દવિન્દર દર્શીએ કહ્યું કે, ‘તંત્રના કહેવા પર રાજપૂત સમાજના 30 જેટલા આગેવાનોએ ફિલ્મ જોઈ છે. હવે આ ફિલ્મમાં કોઈ પણ વિવાદ હોય તેવું અમને કોઈને પણ લાગતું નથી.’ ઉલ્લેખનીય છે કે, પંજાબમાં સૌથી વધુ રાજપૂત પઠાણકોટ, હોશિયારપુર અને ગુરુદાસપુર જીલ્લામાં વસે છે. દર્શીના જણાવ્યા અનુસાર, તેમની સંગઠનની શાખાઓ અને પદાધિકારી બીજા જિલ્લાઓમાં પણ છે, પરંતુ હવે તેમાં કોઈ વિવાદ રહ્યો નથી.