Political/ કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષનો કટાક્ષ- જો PM મોદી અને કેન્દ્રિય મંત્રીઓ રેલી કરી શકે તો અમે કેમ નહી?

આજે સ્થિતિ એવી છે કે કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ મહામારી વચ્ચે દેશમાં અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

Top Stories India
ડી શિવકુમાર

આજે સ્થિતિ એવી છે કે કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ મહામારી વચ્ચે દેશમાં અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડી શિવકુમારે PM મોદી પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો – કટોકટી / કઝાકિસ્તાનના બે શહેરમાં કટોકટીની સ્થિતિ,રાષ્ટ્રપતિએ અલીખાન સ્મિલોવને કાર્યકારી વડાપ્રધાન નિયુકત કર્યા

સતત વધતા કેસ વચ્ચે નેતાઓ આજે ભૂલી ગયા છે કે આ પહેલા પણ બંગાળ ચૂંટણી સમયે કોરોનાનાં કેસનો રાફડો ફાટી નિકળ્યો હતો. જેણે દેશનાં લગભગ તમામ પરિવારને ખરાબ અસર કરી હતી. આજે તે સમયનું પુનરાવર્તન થઇ રહ્યુ છે. નેતાઓની યાત્રાઓ આજે પણ યથાવત છે. આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડી શિવકુમારનું કહેવું છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ રેલીઓ કરી શકે છે, તો શું આ પ્રતિબંધો માત્ર અમારા માટે છે. સરકાર દ્વારા ગમે તેટલા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય અમે પદયાત્રા ચાલુ રાખીશું. જણાવી દઇએ કે, કર્ણાટક કોંગ્રેસે મેકેદાતૂ પ્રોજેક્ટ શરૂ કરવાની માંગ માટે પદયાત્રા બોલાવી છે. આ પદયાત્રા 9 જાન્યુઆરીએ મેકેદાતૂથી શરૂ થશે. તે 10 દિવસ સુધી ચાલશે. કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડી શિવકુમાર તમામ પ્રતિબંધો છતાં પદયાત્રા કાઢવા પર અડગ છે. જ્યારે ડી.શિવકુમારને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સરકાર દ્વારા ગમે તેટલા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય, અમારી પદયાત્રા ચાલુ રહેશે. તેમને અમારી ધરપકડ કરવા દો. PM મોદી અને કેન્દ્રીય મંત્રીઓ રેલીઓ કરી રહ્યા છે. શું અમારા માટે જ પ્રતિબંધો છે? અમે પાણી માટે પદયાત્રા કરી રહ્યા છીએ. આ કોરોના કર્ફ્યુ કે લોકડાઉન નથી. આ બીજેપી કર્ફ્યુ અને લોકડાઉન છે.