governer/ રાજ્યપાલે રાજભવન બોલાવીને મહિલાનું યૌન ઉત્પીડન કર્યું

રાજ્યપાલને સિવિલ અને ક્રિમીનલ મામલામાં સંવૈધાનિક સુરક્ષા આપવામાં આવી છે

Top Stories India
Beginners guide to 2024 05 04T172217.354 રાજ્યપાલે રાજભવન બોલાવીને મહિલાનું યૌન ઉત્પીડન કર્યું

West Bengal News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મે 2024 ની રાત્રે કોલકાતા સ્થિત રાજભવન પહોંચવાના હતા. રાત રોકાયા બાદ તેબીજે દિવસે પશ્ચિમ બંગાળના કેટલાય ચૂંટણી કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું. વડાપ્રધાનના પહોંચવના કેટલાક કલાક પહેલા એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ સીવી આનંદ બોઝે બે અલગ અલગ ઠેકાણે તેનું જાતિય શોષણ કર્યું હતું.

મહિલાની ફરિયાદ બાદ પણ રાજ્યપાલ વિરૂધ્ધ હજી સુધી જાતિય શોષણની કલમો હેઠળ ગુનો દાખલ થયો નથી. બંગાળ પોલીસ કાનૂની સલાહ લઈ રહી છે કે આ મામલામાં કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે ? તેનું કારણ એ છે કે રાજ્યપાલ પદ પર રહેનારી વ્યક્તિને સંવિધાનથી કેસ અને ધરપકડથી ઈમ્યુનિટી મળેલી છે.

રાજ્યપાલ પર જાતિય શોષણનો આરોપ લગાવનારી મહિલા કર્મચારી 2019 થી પશ્ચિમ બંગાળના રાજભવનમાં સંવિદા પર કામ કરી રહી છે. તે રાજભવનના જ ક્વાર્ટરમાં રહેતી હતી અને ટેલિફોન રૂમમાં ફરજ બજાવે છે.

પશ્ચિમ બંગાળ પોલીસને કરેલી પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે બે ઠેકાણે રાજ્યપાલ સીવી આનંદે તેનું જાતિય શોષણ કર્યું હતું. ફરિયાદમાં મહિલાએ રાજ્યપાલ પર કેટલાક આ પ્રકારના આરોપ લગાવ્યા છે.

19 એપ્રિલના રોજ રાજ્યપાલે મને કેટલોક સમય કાઢવા અને પોતાના સીવી સાથે તેમને મળવા કહ્યું હતું. અંદાજે 5 દિવસ બાદ 24 એપ્રિલના રોજ બપોરે 12.45 વાદ્યે તેમને મળવા માટે રાજભવન પહોંચી હતી. તેમણે થોડી વાર વાત કર્યા બાદ મને ખોટી રીતે સ્પર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગું કોઈક રીતે પોતાની જાતને બચાવીને તેમની પાસેથી નીકલી જવામાં સફળ રહી હતી. બાદમાં 2 મેના રોજ ફરીથી કોલ કરીને પોતાની પાસે બોલાવી હતી.

હું ડરેલી હતી, એટલે મારા સીનીયરને સાથે લઈને તેમને મળવા રાજભવન પહોંચી હતી. રાજ્યપાલે મારી સાથે છોડી વાર સુધી વાત કર્યા બાદ મારા પર્યવેક્ષક અને સીનીયર અધિકારીને રૂમમાંથી બહાર જવા કહ્યું. ત્યારબાદ તેમણે પ્રમોશનની વાત કરીને મારી સાથે લાંબી વાત કરવાનો પ્રયાસ કર્યો.

થોડીવાર બાદ તે મને ખોટી રીતે અડકવા લાગ્યા. મેં તેનો વિરોધ કર્યો અને ત્યાં નીકળવાની કોશિષ કરવા લાગી. રાજ્યપાલે કોઈને ન કહેવાની વાત કરીને મને જવા દીધી.

રાજભવનથી બહાર આવીને મહિલાએ ત્યાં તૈનાત પોલીસ અધિકારી પાસે ફરિયાદ કરી. સેન્ટ્રલ ડિવીઝનના ડીસીપી ઈન્દીરા મુખરજીએ પત્રકારોને કહ્યું કે અમને એક ફરિયાદ મળી છે અને અમે ફરિયાદ કરી રહ્યા છીએ. અમે આ મામલે કાનૂન વિભાગના સંવૈધાનિક નિષ્ણાતો સાથે પણ વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. મહિલાનો આરોપ છે કે રાજભવનની અંદર તેની સાથે છેડતી કરવામાં આવી હતી.

રાજભવને આ આરોપોનું ખંડન કર્યું છે. રાજ્યપાલ બોઝે કહ્યું હું પહેલેથી તૈયાર કરેલી કહાનીથી ડરવાવાળો નથી. જો કોઈ મને બદનામ કરીને કેટલોક ચૂંટણી લાભ ઈચ્છે છે, તો ભગવાન તેમને આશીર્વાદ આપે. પરંતુ તે બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા વિરૂધ્ધ મારી લડાઈને રોકી નહી શકે.

રાજભવનમાંથી બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે અસંતુષ્ટ કર્મચારી જે અપમાનજનક કામ કરી રહ્યા છે તેના બાદ જ રાજભવનના કર્મચારીઓએ રાજ્યપાલની સાથે એકજૂટતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ સંવિધાનના આર્ટિકલ 361(2) અંતર્ગત રાજયપાલના પદ પર રહેલી વ્યક્તિ વિરૂધ્ધ કોઈપણ અપરાધિક મામલો ચલાવી શકાતો નથી. તે સિવાય આર્ટિકલ 361 (3) અંતર્ગત રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન તેમની વિરૂધ્ધ  ધરપકડ કે જેલ મોકલવાની કાર્યવાહી થઈ શકતી નથી.

એટલું જ નહી અનુચ્છેદ 361 (2) ના પહેલા પ્રાવધાન અંતર્ગત રાજ્યપાલ વિરૂધ્ધ તેમના કાર્યકાળ દરમિયાન કોઈ નવો અપરાધિક મામલો પણ  દાખલ થઈ શક્તો નથી. પરંતુ  તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરૂધ્ધ મામલો દાખલ થવા સાથે તપાસ પમ થઈ શકે છે. વિરાગ ગુપ્તાનું કહેવું ચે કે સંવિધાનના આર્ટિકલ 361માં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાજ પ્રમુખને સંવૈધાનિક  મુખિયા હોવાના નાતે સિવિલ અને ક્રિમિનલ મામલામાં સંવૈધાનિક સુરક્ષા આપવામાં આવી ચે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્ય અને દેશના સંવૈધાનિક પ્રમુખ કોઈપણ ડર વગર નિર્ભય બનીને પોતાના પદની જવાબદારીને નિભાવી શકે. તેમને કોઈ પ્રકારના કાનૂની ઉત્પીડનનો ડર ન હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી

આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે