Not Set/ કોવિશીલ્ડના ટ્રાયલની મંજૂરી માંગનાર પ્રથમ સ્વદેશી કંપની બની સીરમ ઇન્સ્ટિટયૂટ

વિશ્વભરમા કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે ત્યારે એક બાદ એક કંપની કોરોનાની રસી બહાર પાડી રહી છે. અત્યાર સુધી અમેરિકા,યુકે અને રશિયા સહિતના દેશોની કંપનીઓ કોરોનાની રસી

Top Stories India
syrum institute કોવિશીલ્ડના ટ્રાયલની મંજૂરી માંગનાર પ્રથમ સ્વદેશી કંપની બની સીરમ ઇન્સ્ટિટયૂટ

વિશ્વભરમા કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે ત્યારે એક બાદ એક કંપની કોરોનાની રસી બહાર પાડી રહી છે. અત્યાર સુધી અમેરિકા,યુકે અને રશિયા સહિતના દેશોની કંપનીઓ કોરોનાની રસી બનાવવા માટે મેદાનમાં ઉતરી છે. હવે તેમાં વધારે એકનો ઉમેરો થયો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રવિવારે ભારતમાં ઓક્સફોર્ડની કોરોનાની રસી કોવિશીલ્ડના ઉપયોગની ઔપચારિક પરવાનગી માંગવા માટે ડીસીજીઆઈ સમક્ષ આવેદન કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.

science / એસ્ટરોઇડ્સના નમુના લઈને ધરતી પર પાછુ ફર્યું જાપાનનું હાયાબુસ…

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીએ મહામારી દરમિયાન મેડકલ જરુરી અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો સંદર્ભ આપતા મંજૂરી માગવા માટે વિનંતી કરી છે. આ પહેલા શનિવારે અમેરિકન કંપનીના ભારતીય યુનિટે તેમના દ્વારા વિકસિત કોરોનાની રસીની ઈમરજન્સી ઉપયોગ માટે ઔપચારીક મંજૂરી માટે ભારતીય દવા નિયામક સમક્ષ અરજી રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત ફાઈઝરે કોરોનાની રસીના બ્રિટન અને બહેરીનમાં આવી જ મંજૂરી મળ્યા બાદ એ વિનંતી કરી હતી.એસઆઈઆઈએ આઈસીએમઆરની સાથે મળી રવિવારે ભારતના વિભિન્ન ભાગોમાં ઓક્સફોર્ડની કોરોનાની રસી કોવિશીલ્ડ ત્રીજા ચરણમાં કોરોનાના ક્લીનિકલ પરિક્ષણ પણ કર્યુ હતું.સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર આવેદનો સંદર્ભ ટાંકતા કહ્યું કે કંપનીએ જણાવ્યું છે કે ક્લીનિકલ પરિક્ષણના 4 ડેટામાં એ સામે આવ્યું છે કે કોવિશીલ્ડ લક્ષણવાળા દર્દીઓ અને ખાસ કરીને કોરોનાના ગંભીર દર્દીઓમાં આ ઘણી અસરકારક છે. ચારમાંથી 2 પરિક્ષણ ડેટા બ્રિટનના જ્યારે એક ભારત અને બ્રાઝિલ સાથે જોડાયેલ છે.

Research / ભારતીય મૂળના ડોક્ટરે શોધ્યો કોરોનાનો તોડ, હવે ફેફસાને નહીં થ…

ભારતની આ સીરમ કંપનીના સીઈઓ અદાર પૂનાવાવાએ કહ્યું કે કોરોનાની રસી કોવિશીલ્ડ પરિક્ષણમાં 90 ટકા અસરદાર સાબિત થઈ છે. જલ્દી તમામ માટે ઉપયોગમાં લેવાશે. તેણે એમ પણ દાવો કર્યો છે કે એસ્ટ્રાજેનેકાએ 10 કરોડ ડોઝની સમજૂતી કરી છે. જાન્યુઆરી સુધી કોવિશિલ્ડની ઓછામાં ઓછા 100 મિલિયન ડોઝ ઉપલબ્ધ રહેશે. જ્યારે ફેબ્રુઆરીના અંત સુધી લાખો ડોઝ તૈયાર કરી શકાય છે. ઈમરજન્સી યૂથ ઓથરાઈઝેશન દ્વારા ડાયગ્નોસિસ્ટ ટેસ્ટ અને મેડિકલ ડિવાઈસીઝ માટે લેવામાં આવે છે. ભારતમાં આ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન રેગ્યુલેટરી બોર્ડી છે. રસી અને દવાઓ માટે આવું અપ્રુવલ તેમની સેફ્ટી અને અસર માટે આંકલન બાદ કરવામાં આવે છે. આ માટે ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાને આધાર બનાવવામાં આવે છે.

Research / ભારતીય મૂળના ડોક્ટરે શોધ્યો કોરોનાનો તોડ, હવે ફેફસાને નહીં થ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…