Not Set/ INX મીડિયા કેસમાં પુછપરછ માટે ED સમક્ષ હાજર થયા પી ચિદમ્બરમ

પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને આજે ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) દ્વારા INX મીડિયા કેસમાં પુછપરછ માટે હાજર રહેવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્લીમાં ED નાં હેડકવાર્ટરમાં તેમની હાલ પુછપરછ થઇ રહી છે. Delhi: P Chidambaram has reached Enforcement Directorate (ED) headquarter. He was summoned by ED in INX Media Case. pic.twitter.com/2kapHlePic— ANI (@ANI) December 19, […]

Top Stories India Politics
chidambaram 2 1 0 INX મીડિયા કેસમાં પુછપરછ માટે ED સમક્ષ હાજર થયા પી ચિદમ્બરમ

પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને આજે ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) દ્વારા INX મીડિયા કેસમાં પુછપરછ માટે હાજર રહેવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્લીમાં ED નાં હેડકવાર્ટરમાં તેમની હાલ પુછપરછ થઇ રહી છે.

પી. ચિદમ્બરમ અને તેમનાં પુત્ર કાર્તી ચિદમ્બરમ પર CBI અને ED ની તપાસ ચાલી રહી છે. સીનીયર કોંગ્રેસ લીડર અને એમનાં પુત્ર 3,500 કરોડ રૂપિયાની એરસેલ-મેક્સિસ ડીલ અને INX  મીડિયા કેસ જે 305 કરોડ રૂપિયાનો હતો સંડોવાયેલા છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ કૌભાંડ ત્યારે થયેલા હતા જયારે પી. ચિદમ્બરમ નાણા મંત્રી હતા. આ બંને કંપની માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ  (FIPB) દ્વારા અપાયેલાં નાણાની મંજુરી એમણે આપી હતી.

એમનાં દીકરા કાર્તીની પણ CBI અને ED તપાસ કરી રહી છે કે કઈ રીતે એમણે FIPB પાસેથી નાણા માટેની મંજુરી મેળવી હતી.

INX મીડિયાને 2007 માં ગેરકાયદેસર વિદેશી નાણું મળ્યું હતું જેની વિરુદ્ધ CBI દ્વારા ગયાં વર્ષે 15 મે નાં રોજ FIR નોંધવામાં આવી હતી.

INX મીડિયા કેસમાં કાર્તી ચિદમ્બરમની ફેબ્રુઆરીમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને બેલ આપી દેવામાં આવી હતી.