Not Set/ PM મોદીની લદ્દાખ યાત્રા પર ચીનની આવી પ્રતિક્રિયા, કોઇ પણ એવુ કામ ન કરો કે જેથી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લદ્દાખ પહોંચ્યા, જેને લઇને ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક બની રહી છે, આવી સ્થિતિમાં બંને દેશોએ આવા પગલાને ટાળવું જોઈએ, જેનાથી વાત વધુ વણસી શકે છે. જણાવી દઇએ કે, પીએમ મોદી શુક્રવારે સવારે લદ્દાખ પહોંચ્યા. અહીં તેમણે સૈન્ય અધિકારીઓ અને સેના […]

India
2087fb0d65564aef050d1b0917760183 1 PM મોદીની લદ્દાખ યાત્રા પર ચીનની આવી પ્રતિક્રિયા, કોઇ પણ એવુ કામ ન કરો કે જેથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લદ્દાખ પહોંચ્યા, જેને લઇને ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક બની રહી છે, આવી સ્થિતિમાં બંને દેશોએ આવા પગલાને ટાળવું જોઈએ, જેનાથી વાત વધુ વણસી શકે છે. જણાવી દઇએ કે, પીએમ મોદી શુક્રવારે સવારે લદ્દાખ પહોંચ્યા. અહીં તેમણે સૈન્ય અધિકારીઓ અને સેના સાથે વાતચીત કરી. એરફોર્સ અને આઇટીબીપીનાં જવાનોને મળ્યા. તેમના પ્રવાસ પરથી ઘણા ફોટા પણ સામે આવ્યા છે. જેને લઇને હવે ચીનનો જવાબ પણ આવી ગયો છે.

ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝૂ લિજિયાને કહ્યું કે, “ભારત અને ચીન લશ્કરી અને રાજદ્વારી માધ્યમો દ્વારા પરસ્પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.” આવી સ્થિતિમાં બંને દેશોમાંથી કોઈએ પણ પરિસ્થિતિને વધુ વિકટ બને તેવા પ્રકારનું પગલું ભરવું જોઈએ નહીં. પીએમ મોદીની મુલાકાતે તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મુકુંદ નરવાણે પણ હતા. વડા પ્રધાન મોદી અહીંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આ પ્રવાસ પર ગયા છે. સેનાનાં વરિષ્ઠ અધિકારીઓએ તેમને અહીંની પરિસ્થિતિ વિશે જણાવ્યું અને ગાલવાન ખીણની હિંસક અથડામણ વિશે પણ વિગતો આપી. તેમની મુલાકાત સૈનિકોનાં પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહી છે. વડા પ્રધાને અહીંની અથડામણમાં ઘાયલ સૈનિકોની પણ હોસ્પિટલમાં જઈને મુલાકાત લીધી છે. સમગ્ર દિવસ લદ્દાખમાં ગાળ્યા બાદ તે સાંજ સુધીમાં દિલ્હી પરત આવશે.