Not Set/ સર્જિકલ સ્ટ્રાઈકમાં સપાટો બોલવનાર સ્પાઇસ – 2000 બોમ્બ ટુંકમાં ભારત પહોંચશે

ભારતીય વાયુસેનાને  સપ્ટેમ્બરમાં ઈઝરાયેલનાં ઈમારત ધ્વસ્ત કરનારા – બિલ્ડિંગ બ્લાસ્ટર – સ્પાઈસ-2000 બોમ્બનો નવો જથ્થો ઉપલબ્ધ થઇ જશે. જેનાથી ભારતીય સેનાની તાકાતમાં વધુ ઉમેરો થશે. આપને જણાવી દઇએ કે, 26 ફેબ્રુઆરીએ સ્પાઈસ-2000 બોમ્બથી જ વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈકમાં મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓને નષ્ઠ કરી દીધા હતા. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સ્પાઈસ-2000 બોમ્બ સપ્ટેમ્બર મહિના સુધી […]

Top Stories India
Spice bomb front સર્જિકલ સ્ટ્રાઈકમાં સપાટો બોલવનાર સ્પાઇસ - 2000 બોમ્બ ટુંકમાં ભારત પહોંચશે

ભારતીય વાયુસેનાને  સપ્ટેમ્બરમાં ઈઝરાયેલનાં ઈમારત ધ્વસ્ત કરનારા – બિલ્ડિંગ બ્લાસ્ટર – સ્પાઈસ-2000 બોમ્બનો નવો જથ્થો ઉપલબ્ધ થઇ જશે. જેનાથી ભારતીય સેનાની તાકાતમાં વધુ ઉમેરો થશે. આપને જણાવી દઇએ કે, 26 ફેબ્રુઆરીએ સ્પાઈસ-2000 બોમ્બથી જ વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈકમાં મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓને નષ્ઠ કરી દીધા હતા.

Spice bomb સર્જિકલ સ્ટ્રાઈકમાં સપાટો બોલવનાર સ્પાઇસ - 2000 બોમ્બ ટુંકમાં ભારત પહોંચશે

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સ્પાઈસ-2000 બોમ્બ સપ્ટેમ્બર મહિના સુધી ભારતને મળી જશે. આ સાથે માર્ક 84 વારહેડ પણ મળશે. સ્પાઈસ -2000 બોમ્બ બિલ્ડિંગને પુરી રીતે ખતમ કરવામાં સફળ છે. આવતા મહિને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ દ્વિપક્ષીય વાતચીત માટે ભારતની મુલાકાતે આવી શકે છે. બોમ્બનું સપ્લાઈ પણ આ દરમિયાન જ થઈ શકે છે.

Spice bomb.jpg1 સર્જિકલ સ્ટ્રાઈકમાં સપાટો બોલવનાર સ્પાઇસ - 2000 બોમ્બ ટુંકમાં ભારત પહોંચશે

ગત જૂનમાં ભારતીય વાયુસેનાએ ઈઝરાયલ સાથે ઈમરજન્સી પાવર હેઠળ 100 સ્પાઈસ-2000 બોમ્બનો કરાર કર્યો હતો. બાલાકોટ સ્ટ્રાઈક દરમિયાન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવામાં આ બોમ્બ સફળ નિવડ્યા હતા. ભારતીય વાયુસેનાએ મિરાજ-2000 ફાઈટર પ્લેનથી સ્પાઈસ બોમ્બ આતંકી ઠેકાણાઓ પર નાંખ્યા હતા.

spy 2000 સર્જિકલ સ્ટ્રાઈકમાં સપાટો બોલવનાર સ્પાઇસ - 2000 બોમ્બ ટુંકમાં ભારત પહોંચશે

આપને જણાવી દઇએ કે, ઈમરજન્સી પાવર્સ હેઠળ, ત્રણેય સેના ભૂમીદળ, નૌકાદળ અને વાયુદળ કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે 300 કરોડ રૂપિયાનાં ઉપકરણ ખરીદી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.