Not Set/ ચિંતાજનક: આ રાજ્યમાં છેલ્લા નવ મહિનામાં 20,000 સગીરાઓ બની ગર્ભવતી

નવી દિલ્હી: તમિલનાડુમાં ઝડપથી વધી રહેલી ગર્ભવતી સગીર છોકરીઓ (સગીરાઓ)ની સંખ્યાએ સરકાર અને લોકોને પરેશાન કરી દીધા છે. અહિયાં છેલ્લા નવ મહિનામાં 20,000 સગીર બાળાઓએ ગર્ભ ધારણ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ મુજબ 18 વર્ષથી નાની ઉમરની આશરે 20,000 છોકરીઓ એપ્રિલ ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૧૮ની વચ્ચે ગર્ભવતી થઈ છે. રાષ્ટ્રીય […]

Top Stories India Trending
teen got pregnant in tamilnadu ચિંતાજનક: આ રાજ્યમાં છેલ્લા નવ મહિનામાં 20,000 સગીરાઓ બની ગર્ભવતી

નવી દિલ્હી: તમિલનાડુમાં ઝડપથી વધી રહેલી ગર્ભવતી સગીર છોકરીઓ (સગીરાઓ)ની સંખ્યાએ સરકાર અને લોકોને પરેશાન કરી દીધા છે. અહિયાં છેલ્લા નવ મહિનામાં 20,000 સગીર બાળાઓએ ગર્ભ ધારણ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ મુજબ 18 વર્ષથી નાની ઉમરની આશરે 20,000 છોકરીઓ એપ્રિલ ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૧૮ની વચ્ચે ગર્ભવતી થઈ છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ગર્ભવતી થનારી મોટાભાગની છોકરીઓની ઉમર 16 થી 18 વર્ષની છે. અહી મહત્વની બાબત એ છે કે, આમાંની ઘણી બધી છોકરીઓ એવી છે કે, જેમનાં લગ્ન થઈ ચૂક્યા છે. તેનો મતલબ એવો કરવામાં આવી રહ્યો છે કે, રાજ્યમાં બાળ લગ્ન મોટી સંખ્યામાં થઈ રહ્યા છે.

૬૯૫૫ સગીરાના બાળલગ્ન થયા છે: તમિલનાડુ સરકાર

જો કે, તમિલનાડુ સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ દરમિયાનમાં ફક્ત ૬૯૫૫ સગીર બાળાઓના બાળલગ્ન થયા છે.

છોકરીઓ ગર્ભપાત કરવાનું ઈચ્છતી નથી

આ અહેવાલમાં જણાવાયું છે કે, ગર્ભવતી બનેલી છોકરીઓમાં એવી સગીરાઓ (છોકરીઓ)ની સંખ્યા ઘણી જ ઓછી છે કે, જે ગર્ભપાત કરાવવા માંગતી હોય. આવામાં બાળક ઈચ્છતી છોકરીઓની તબિયત ઘણી ચિંતાજનક હાલતમાં છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આવી છોકરીઓની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

જાગૃતિથી મળશે સમસ્યાનો ઉકેલ

સગીર બાળાઓના સ્વાસ્થ્ય અને બાળ યૌન શોષણની વિરુદ્ધ કામ કરી રહેલી એક સંસ્થાનું માનવું છે કે, આ છોકરીઓનું નાની ઉમરમાં ગર્ભવતી બનવું સામાજિક સમસ્યા ઓછી પણ સ્વાસ્થ્ય સમસ્યા વધુ છે. લોકોમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવી પડશે અને બાળકોને પણ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા પડશે.

કેટલીક સંસ્થાઓનું માનવું છે કે, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બાળકોને સેકસુઅલ હેલ્થ અને ગર્ભનિરોધક વિધિઓ, તેનાથી જોડાયેલી બીમારીઓ વગેરે અંગે શિક્ષિત કરવામાં આવવા જોઈએ.