Not Set/ બારોબાર માલ વેચી લાખોની રોકડી કરનારા બિગ બજારના ત્રણ મેનેજર સામે ફરિયાદ

ભરૂચ: જેનું ખાધું તેની સાથે જ કર્યો દગો…, આ વાત છે ભરૂચની…., ભરૂચમાં આવેલા બિગ બજાર મોલમાં છેલ્લા 7 મહિનાનાથી કેટલીક વસ્તુઓ બારોબાર વેચી નાખવામાં આવતી હતી. અને આ વસ્તુઓને કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ ફૂડ મેનેજર, વેરહાઉસ મેનેજર અને સિક્યોરિટી મેનેજર દ્વારા જ વેચી નાખીને રોકડી કરી લેવામાં આવતી હતી. આ ઘટનાનો પર્દાફાશ […]

Top Stories Gujarat Others Trending
Fraud Complaint against the Big Bazaar's three managers

ભરૂચ: જેનું ખાધું તેની સાથે જ કર્યો દગો…, આ વાત છે ભરૂચની…., ભરૂચમાં આવેલા બિગ બજાર મોલમાં છેલ્લા 7 મહિનાનાથી કેટલીક વસ્તુઓ બારોબાર વેચી નાખવામાં આવતી હતી. અને આ વસ્તુઓને કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ ફૂડ મેનેજર, વેરહાઉસ મેનેજર અને સિક્યોરિટી મેનેજર દ્વારા જ વેચી નાખીને રોકડી કરી લેવામાં આવતી હતી.

આ ઘટનાનો પર્દાફાશ થતાં બિગ બજારના લીગલ હેડ અમદાવાદથી ભરૂચ દોડી આવ્યા અને ત્રણેય વિભાગના મેનેજર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં ફૂડ વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિન ઠાકોર, વેરહાઉસના મેનેજર પ્રતિક કાયસ્થ અને સિકયુરિટી મેનેજરે સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું.

બીગબજારમાં આવતી વિવિધ વસ્તુઓ અને માલ વેર હાઉસમાં સ્ટોર કરાતો હોય છે અને ત્યાંથી તે વેચાણ માટે મુકવામાં આવતો હોય છે. પરંતુ આ ત્રણેયે વેરહાઉસમાંથી જ માલ સીધો બારોબર વેચી મારતા હતા. આ ત્રણેયે સાથે મળીને રૂ. 54.82 લાખની વસ્તુઓ ચોરીને બારોબાર વેચી નાખી હોવાનું સામે આવ્યું છે.

ભરૂચની બીગબજારમાં છેલ્લા સાત મહિનાથી ફૂડ, વેરહાઉસ અને સિક્યોરિટી મેનેજર દ્વારા વિવિધ કેટેગરીની લાખો રૂપિયાની ચીજવસ્તુઓનો સ્ટોક બારોબાર વેરહાઉસમાંથી જાન્યુઆરીથી લઈ જુલાઈની અત્યાર સુધીની તારીખમાં ચોરી કરી વેચાણ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે.

આ મામલે અમદાવાદ ખાતેથી બીગ બજારના લીગલ હેડ ભરૂચ દોડી આવ્યા હતા અને તેમણે સ્થાનિક બીગબજારના ત્રણેય વિભાગના મેનેજર સામે રૂપિયા ૫૪.૮ર લાખની ચોરી અને વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત બીગ બજારમા મેનેજરો દ્વારા જ લાખ્ખોનો ચૂનો ચોપડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભરૂચ બીગબજારમાં ફૂડવિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિન મુકુલ ઠાકોર, વેરહાઉસના મેનેજર પ્રતિક કાયસ્થ તેમજ સિકયનેરિટી મેનેજરે એકબીજાના મેળાપીપણામાં કૌભાંડ આચર્યું હતું.

આ કૌભાંડ આચરીને તેમણે બીગ બજારને રૂપિયા ૫૪.૮૨ લાખનો ચૂનો ચોપડી દીધો છે. બીગબજારમા વિવિધ કેટેગરીમા આવતો માલ વેર હાઉસમાં સ્ટોર કરવામા આવે છે. જેમા વેચાણચાણ અર્થે મુકવામાં આવતી ચીજ વસ્તુઓ ખૂટતાં વેર હાઉસમાંથી સ્ટોક કાઢવામા આવે છે.

ભરૂચ બીગબજારમા છેલ્લા કેટલાક વર્ષોથી ફૂડ વિભાગમા મેનેજર તરીકે ભાવિન મુકુલ ઠાકોર, વેરહાઉસ મેનેજર તરીકે પ્રતીક કાયસ્થ ફરજ બજાવે છે. જેઓને તેઓના વિભાગની જવાબદારી હોય છે. સ્ટોરમાં ફૂડ વિભાગ, વેરહાઉસ તેમજ સિકયોરિટીમાં આવતા માલની રોજની ગણતરી, વેચાણ, માલ પૂર્ણ થતા નવો સ્ટોક મંગાવવો, રોજે રોજનો હિસાબ સહિતની દેખરેખ રાખવાની હોય છે, પરંતુ ભરૂચના બીગ બજારમા નવા સ્ટોકને બારોબાર સગેવગે કરી રોકડી કરી લેવાનુ કૌભાડ ઘણાં સમયથી ચાલતુ હતુ.

જેની જાણ અંદરના કર્મચારીઓને હતી. પરંતુ નોકરી જવાની બીકે તેઓ મજબૂરીના માર્યા ઉચ્ચ મેનેજમેન્ટને કશું પણ જણાવી શકતા ન હતા. હાલ ચાલી રહેલી પોલીસની તપાસમા ભરૂચ બીગ બજારમા ત્રણેય મેનેજરો દ્વારા આચરાયેલી ગોબાચારીનો આંક હજી પણ વધી શકવાની શકયતા સેવાઈ રહી છે.