Not Set/ ભારતના સાતમાં મહિલા ફાઈટર પાયલોટ બન્યા રાજસ્થાનના પ્રિયા શર્મા

થોડા સમય પહેલા જ આર્મીના ચીફે મહિલાઓને લડાકુ ભૂમિકા ન દેવા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓની પ્રથમ જવાબદારી પોતાના બાળકોને મોટા કરવાની છે અને સાથી જવાનો પર કોઈ રોક-ટોકનો આરોપ ન લગાવે આ માટે મહિલાઓને લડવા માટે મોકલવામાં નથી આવતા. ટ્વીટર પર તેમના આ નિવેદનની ઘણી આલોચના કરવામાં આવી હતી. રાજસ્થાનના […]

Top Stories India Trending
priya ભારતના સાતમાં મહિલા ફાઈટર પાયલોટ બન્યા રાજસ્થાનના પ્રિયા શર્મા

થોડા સમય પહેલા જ આર્મીના ચીફે મહિલાઓને લડાકુ ભૂમિકા ન દેવા પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓની પ્રથમ જવાબદારી પોતાના બાળકોને મોટા કરવાની છે અને સાથી જવાનો પર કોઈ રોક-ટોકનો આરોપ ન લગાવે આ માટે મહિલાઓને લડવા માટે મોકલવામાં નથી આવતા.

ટ્વીટર પર તેમના આ નિવેદનની ઘણી આલોચના કરવામાં આવી હતી.

રાજસ્થાનના પ્રિયા શર્માને આર્મી ચીફ બીપીન રાવતના નિવેદનથી કોઈ ફર્ક નથી પડતો તે કરીને બતાવ્યું છે. પ્રિયા શર્માએ ભારતનું નામ રોશન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રિયા શર્મા ભારતની સાતમાં મહિલા ફાઈટર બની ગયા છે. રાજસ્થાનના તેઓ ત્રીજા મહિલા ફાઈટર બન્યા છે.

https://twitter.com/DBangari28/status/1074981730971512837

પ્રિયા  શર્મા હૈદરાબાદની એર ફોર્સ એકેડમીમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે ગ્રેજ્યુએટ થયા છે. આઈઆઈટી કોટામાં અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૧૭મ અત્રેનીંગ માટે તેઓ ડુંડીગલ અને હકીમપેટ ગયા હતા.

ભારતના મહિલા ફાઈટર બનવા અંગે પ્રિયાએ કહ્યું કે ફાઈટર પાયલોટ વિશે હું કહીશ કે તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ કામ પુરુષ કે મહિલા માટે નથી હોતું. આ કામ માત્ર આપણા નિર્ણય પર જ નિર્ભર કરે છે કે આપણે શું નક્કી કરીએ છીએ. અમે પોતાના મનનો અવાજ સાંભળ્યો અને દેશનું મન વધાર્યું.