Not Set/ પાવાગઢમાં યાત્રાના માર્ગ પર શીલા પડી, યાત્રિકોનો આબાદ બચાવ

યાત્રાધામ પાવાગઢમાં એક મોટી શીલા ધરાશયી થતા અનેક યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા.જો કે કોઈ જાનહાની ના થતા તંત્રને રાહત થઈ હતી. પાવાગઢના ડુંગર જતા પાટિયા પુલ પાસે એક મોટી શીલા ધરાશાઇ થઈ હતી. આ શીલા પડતા અહીંથી પસાર થતા અનેક યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાયા હતા.શીલા પડતા કલેકટરની ટીમથી લઈ પોલીસ પહોંચી હતી.અથોરિટી દ્વારા યાત્રિકોની સલામતી […]

Top Stories Gujarat Others
qa 6 પાવાગઢમાં યાત્રાના માર્ગ પર શીલા પડી, યાત્રિકોનો આબાદ બચાવ

યાત્રાધામ પાવાગઢમાં એક મોટી શીલા ધરાશયી થતા અનેક યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા.જો કે કોઈ જાનહાની ના થતા તંત્રને રાહત થઈ હતી.

પાવાગઢના ડુંગર જતા પાટિયા પુલ પાસે એક મોટી શીલા ધરાશાઇ થઈ હતી. આ શીલા પડતા અહીંથી પસાર થતા અનેક યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાયા હતા.શીલા પડતા કલેકટરની ટીમથી લઈ પોલીસ પહોંચી હતી.અથોરિટી દ્વારા યાત્રિકોની સલામતી માટે રસ્તો  બંધ કરી દેવામાં આવ્યો છે.

શીલા પડ્યા પછી તેને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શીલા પડતા પાવાગઢ નિજ મંદિર સુધી પાણી પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનોમાં ભંગાણ થયું હતુ.પાણીની પાઈપમાં ભંગાણ પડતા પુરવઠો ખોરવાયો હતો.

તંત્ર દ્વારા માર્ગ પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.કલેકટર ઑફિસના સૂત્રોએ કહ્યું કે આવતીકાલ સુધીમાં સ્થિતિ નોર્મલ થઈ જશે.