Covid-19/ અમદાવાદીઓ સાચવજો, શહેરની બે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 70 થી વધુ મેડિકલ સ્ટાફ કોરોનાની ઝપટમાં

રાજ્યમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં કહેર વરસાવ્યા બાદ હવે આ વાયરસ ભારતમાં ફરી આવ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ થઇ રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોનાનાં કેસ હવે મેડિકલ સ્ટાફ, સરકાર અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. 

Top Stories Ahmedabad Gujarat
સોલા સિવિલ

રાજ્યમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં કહેર વરસાવ્યા બાદ હવે આ વાયરસ ભારતમાં ફરી આવ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ થઇ રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોનાનાં કેસ હવે મેડિકલ સ્ટાફ, સરકાર અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં આંકમાં આજે આવ્યો ઉછાળો, દેશમાં કાલની સરખામણીએ થયો 18 ટકા કેસનો વધારો

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વધતા કેસની અસર હવે રાજ્યનાં મેટ્રો સિટી ગણાતા અમદાવાદમાં જોવા મળી રહી છે. અહી સ્થિતિ પહેલી અને બીજી લહેરની જેમ ગંભીર બનતી જઇ રહી છે. શહેરની બે મોટી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બંને સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત મેડિકલ સ્ટાફનો આંક હવે 80 થઇ ગયો છે. પરિસ્થિતિ સતત ખરાબ થતા હવે તંત્ર પણ ચિંતાનાં વર્તુળમાં આવી ગયુ છે. મળી રહેલી માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં સોમવાર સુધી ડોક્ટર, નર્સ, સ્ટાફ સહિત કુલ 44 કર્મચારીઓ સંક્રમિત થા હતા. ગઇ કાલે એટલે કે મંગળવારે તેમાં વધુ 10 નો ઉમેરો થતા અસારવા સિવિલમાં સંક્રમિત મેડિકલ સ્ટાફનો આંક હવે 54 થઇ ગયો છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફમાંથી કુલ 26 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં 13 ડોક્ટર્સ, 9 નર્સ, 3 પેરા મેડિકલ સ્ટાફ અને 1 સર્વન્ટનો સમાવેશ થાય છે. આમ, બંને સિવિલમાંથી 35 થી વધુ ડોક્ટર્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. સોલા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ પણ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં સંક્રમિત મોટા ભાગનાં કોરોના વોરિયર્સની હાલત સ્થિર છે.

આ પણ વાંચો – સંકટનાં વાદળ / ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો, લંડનનો બંગલો ખાલી કરવાનો કોર્ટે આપ્યો આદેશ

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો આંક બે લાખને વટાવી ગયો છે. ત્યારે મંગળવારે ગુજરાતમાં કોરોનાનો આંક ખૂબ વધ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે. જી હા, ગુજરાતમાં મંગળવારે 17,119 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 5,998માં નોંધાયા છે. વળી સુરતમાં પણ આ કેસમા કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3,563 નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1,539  કેસ, રાજકોટમાં 1,336, વલસાડમાં 310 કેસ, ગાંધીનગરમાં 409 કેસ, ભરૂચમાં 206 કેસ, સુરત ગ્રામ્યમાં 423, કેસ, ભાવનગરમાં 399 કેસ નોંધાયા છે,જામનગરમાં 252, કચ્છમાં કેસ 175 નોંધાયા  છે. વળી, આજે (બુધવાર) દેશભરમાં 2.82 લાખ નવા COVID-19 કેસ નોંધાયા છે, જે મંગળવાર કરતા 18 ટકા વધુ છે. વળી, છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 441 દર્દીઓનાં મોત થયા છે. મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4,87,202 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) નાં કિસ્સામાં પણ આજે તેજી જોવા મળી છે.