Not Set/ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ કરી મહત્વની જાહેરાત,આગામી દિવસોમાં રેમડેસિવીર ઈન્જેકશનના ભાવમાં થશે ઘટાડો

કોરોના મહામારીના આ  રાફડા વચ્ચે રસી કરતા પણ મહત્વના પુરવાર થઇ રહેલાં  એવા રેમડેસિવીર ઇંજેક્શનને લઈને કેન્દ્રીય  મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસિવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસિવીર ઉત્પાદકો સાથે 12 અને 13 માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો આવ્યો હતો. હાલમાં […]

Gujarat
Untitled 173 કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ કરી મહત્વની જાહેરાત,આગામી દિવસોમાં રેમડેસિવીર ઈન્જેકશનના ભાવમાં થશે ઘટાડો

કોરોના મહામારીના આ  રાફડા વચ્ચે રસી કરતા પણ મહત્વના પુરવાર થઇ રહેલાં  એવા રેમડેસિવીર ઇંજેક્શનને લઈને કેન્દ્રીય  મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસિવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસિવીર ઉત્પાદકો સાથે 12 અને 13 માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો આવ્યો હતો. હાલમાં દેશના સાત રેમડેસિવીર ઉત્પાદકોની ક્ષમતા 38 લાખ વાઇલ પ્રતિમાસ છે.

વધારાની 7 સાઈટ પર 10 લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા 6 ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક ને  સંમતી  આપી દેવામાં આવી છે. બીજી વધારાની 30 લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા 78 લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.

પીએમ મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓને સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500 થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસિવીરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પીટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે.