ભીષણ આગ/ રાજકોટના બિગ ફેટ રેસ્ટોરન્ટમાં આગ લાગી,રેસ્ટોરન્ટ બળીને ખાખ થયું

ગુજરાતમાં દિનપ્રતિદિન આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે.કયારેક આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતી હોય છે .જેના લીધે લાખો કોરોડો માલને નુકશાન થતું હોય છે.ત્યારે આજ સવારે  રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિગ ફેટ બોટ નામની રેસ્ટોરન્ટમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. ફર્નિચરથી ભરપૂર રેસ્ટોરન્ટ ક્ષણભરમાં જ લાખોની મતા બળીને ખાખ […]

Gujarat Rajkot
Untitled 186 રાજકોટના બિગ ફેટ રેસ્ટોરન્ટમાં આગ લાગી,રેસ્ટોરન્ટ બળીને ખાખ થયું

ગુજરાતમાં દિનપ્રતિદિન આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે.કયારેક આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતી હોય છે .જેના લીધે લાખો કોરોડો માલને નુકશાન થતું હોય છે.ત્યારે આજ સવારે  રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિગ ફેટ બોટ નામની રેસ્ટોરન્ટમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. ફર્નિચરથી ભરપૂર રેસ્ટોરન્ટ ક્ષણભરમાં જ લાખોની મતા બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેની બાજુમાં આવેલ નંદાવન રેસ્ટોરન્ટને પણ ઝપેટમાં લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરોએ મહાજહેમતે  આગ  પર કાબુ મેળવ્યો હતો.

ઘટનાના પગલે મળતી માહિતી મુજબ બિગ ફેટ બોટ રેસ્ટોરન્ટમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ધૂમાડા નીકળતા સિક્યુરિટીમેન દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ટોરન્ટ ફર્નિચરથી સજાયેલું હોવાથી પળભરમાં આગ પુરા રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી. જેથી કલાકોમાં બિગ ફેટ બોટ રેસ્ટોરન્ટ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ