Not Set/ તિથલના દરિયા કિનારે લાઈફ જેકેટ સાથે લાપતા ક્રુ મેમ્બરોની મળી લાશો

વલસાડ જિલ્લા ના તિથલ અને નાની ભાગલ ગામે ના દરિયા કિનારે થી લાઈફ જેકેટ સાથે 4 મૃતદેહો મળી આવ્યા છે.  વાવાઝોડાની  ઘટનામાં લાપતા ક્રુ મેમ્બરો ની મળી લાશો હોવાનું જાણવા છે. 

Top Stories Gujarat Others
સુરત સી r patil 6 તિથલના દરિયા કિનારે લાઈફ જેકેટ સાથે લાપતા ક્રુ મેમ્બરોની મળી લાશો

તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં વિનાશ વેરી ગયું છે. રાજ્યમાં હજુ પણ તેના વિનાશની નિશાનીઓ જોવા મળી રહી છે. ગત 17 મે ના રોજ રાત્રે 8 થી 9.30 વચ્ચે વાવાઝોડુ  ગુજરાતનાં ઉના અને મહુવા વચ્ચે ટકરાયું હતું. અને રાજ્યમાં માત્ર  વિનાશ વેર્યો હતો. આજે વાવાઝોડાને 6 દિવસ જેટલો સમય વીતી ગયો છે. છતાય હજુ રાજ્યમાં તેની વિનાશક્તાની નિશાનીઓ જોવા મળી રહી છે

વલસાડ જિલ્લા ના તિથલ અને નાની ભાગલ ગામે ના દરિયા કિનારે થી લાઈફ જેકેટ સાથે 4 મૃતદેહો મળી આવ્યા છે.  વાવાઝોડાની  ઘટનામાં લાપતા ક્રુ મેમ્બરો ની મળી લાશો હોવાનું જાણવા છે.

ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા ડી એસપી સહિત પોલીસ નો કાફલો દરિયા કિનારે પહોચી ગયો હતો.  શિપ માં કામકર્તા ક્રૂ મેમ્બરો ના પહેરેલ કપડાં સાથે ની  લાશો મળી  આવી છે. હાલમાં તો પોલીસે આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ગામોમાં કિનારે પણ તપાસ હાથ ધરવા માં આવી છે.