વાયુ વાવાઝોડું ધીમી ધીમે સૌરાષ્ટ્ કચ્છના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે. કચ્છ, માંડવી, પોરબંદરમાં તંત્ર દ્રારા આગમ ચેતીનાં પગલે દરિયા કિનારાના ગામો આજે ખાલી કરાવવામાં આવ્યા છે. અને હજારો લોકોને સલામત સ્થળો પર પહોંચાડી આશ્રય આપવામા આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ વાવાઝોડાની કચ્છમાં નલિયા અને કંડલામાં વધુ અસરની આગાહી કરાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી કંડલાના ગામો ખાલી કરાવવામાં આવ્યા છે. કંડલામાં બનના , મીઠા પોર્ટ , ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સવારથી જ કંડલા પોર્ટની બસો અને અન્ય વાહનો વડે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાઇ રહ્યા છે. તો કાંઠાનાં વિસ્તારનાં ગામો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે અને નીચાણવાળા વિસ્તારો ખાલી પણ કરાવાયાછે. NDRFની ટીમ કંડલા આવી પહોંચી છે. જે દરેક સ્થળોનું નિરીક્ષણ કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે.
વોત કરવામા આવે પોરબંદરની તો વાયુ વાવાઝોડાના ખતરાને લઈ પોરબંદર શહેર અને જીલ્લામાં પણ સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યુ. પોરબંદર જિલા વહીવટી તંત્ર દ્વરા જિલ્લામાં સ્થળાંતરની કામગીરી સારું કરવામાં આવી છે. પોરબંદર તાલુકામાં 35 ગામોમાંથી 3421 જેટલા લોકોનું સ્થાન્તર કરવામાં આવ્યું છે. તેમજ કુતિયાણા તાલુકાનાં 14 ગામોમાંથી 605 જેટલા લોકોનું, તો રાણાવાવ તાલુકાનાં 7 ગામોમાંથી 286 લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના 65 ગામોમાંથી 4395 લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે. ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ બનવાની તૈયારી સારું કરી દેવામાં આવી છે. હાલ પોરબંદરના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ફૂડ પેકેટ તૈયાર કરવમાં’ આવી રહ્યા છે.
સાથે સાથે માંડવી દરિયા કિનારાના કાંઠાળ પટ્ટાના ગામો આજે સવારથી ખાલી કરાવવામાં આવ્યા છે એસટી બસમાં લોકોને બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે..માંડવીના મોઢવા ગામે 1200ની વસ્તી છે ગામને સંપૂર્ણ ખાલી કરાવી ગ્રામજનોને નજીકના ગુંદીયાળી ગામમાં આશરો અપાયો છે ગામની પ્રાથમિક શાળાઓમાં લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે..એસટી બસો સ્ટેન્ડ બાય રખાઈ છે..બસોમાં લોકોને બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે..તો કાંઠાણ વિસ્તારના સલાયા, માંડવી સીટી વિસ્તારને ખાલી કરવાની તજવીજ હાથ ધરાઈ છે મામલતદાર અને પોલિસ તેમજ અધિકારીઓ સ્થળ પર સતત મોનીટરીંગ કરીને તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.