Not Set/ CM રુપાણીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત, વાયબ્રન્ટ સમિટમાં આવવા માટે પાઠવ્યું આમંત્રણ

નવી દિલ્હી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી  આ દરમિયાન તેઓએ વડાપ્રધાનને વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯નું ઉદ્ઘાટન કરવા માટે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપુર્ણ વિગતોથી પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂ કરી હતી. Gujarat CM […]

Gujarat Trending
vijay rupani modi 660 121817113558 CM રુપાણીએ દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત, વાયબ્રન્ટ સમિટમાં આવવા માટે પાઠવ્યું આમંત્રણ

નવી દિલ્હી,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી  આ દરમિયાન તેઓએ વડાપ્રધાનને વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯નું ઉદ્ઘાટન કરવા માટે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપુર્ણ વિગતોથી પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂ કરી હતી.

CM રૂપાણીએ જણાવ્યું કે, “આ સમિટમાં વિશ્વના ૧૨ દેશો કન્ટ્રી પાર્ટનર બન્યા છે, તેમજ ૧૦૦થી વધુ રાષ્ટ્રોના ૩૦ હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં આવશે”.

તેઓએ વધુમાં કહ્યું, “વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આફ્રિકા ડે ની ઉજવણી કરીને આફ્રિકા સાથે ઈમ્પોર્ટ સહિત ન સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધવું છે.

Image result for pm modi and cm rupani

આ ઉપરાંત MSME સેક્ટરને પણ સમિટમાં સમાવિષ્ટ કરવાના આયોજનની પણ વિગતો મુખ્યમંત્રી એ આપી હતી.

આ વાયબ્રન્ટ સમિટ ૧૫ થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં પ્રથમ વાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે અને નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની  આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણીનીની સાથે મુખ્ય સચિવ ડો. જે એન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ મનોજ કુમાર દાસ, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.