લંપીનો કોહરામ/ લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

તંત્ર દ્વારા ગામમાં માત્ર 56 મોત પશુઓના બતાવાઈ રહ્યા છે. સરપંચનો દાવો છે કે, ગામમાં પશુઓના મૃતદેહ દાટવાની જગ્યા હવે બચી નથી. એટલા પશુઓના મોત થયા છે… શું છે હકીકત જોઈએ આ અહેવાલમાં..

Top Stories Gujarat
Untitled 4 7 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

લંપી વાઇરસે પશુઓમાં કોહરામ મચાવ્યો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામમાં દરરોજના 4 થી 5 પશુઓના મોત નિપજી રહ્યા છે. તંત્ર દ્વારા આખા જીલ્લામાં માત્ર 56 મોત પશુઓના બતાવાઈ રહ્યા છે. સરપંચનો દાવો છે કે, ગામમાં પશુઓના મૃતદેહ દાટવાની જગ્યા હવે બચી નથી. એટલા પશુઓના મોત થયા છે… શું છે હકીકત જોઈએ આ અહેવાલમાં..

 

l2 1 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

આપણે વાત કરવી છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના છેવાડાના લાલકા ગામની.  આ ગામની વસ્તી 3000 ની છે અને અહીં માલધારીઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે આ ગામની અંદર છેલ્લા 10 – 12 દિવસથી લંપી વાઈરસે કોહરામ મચાવ્યો છે. માલધારીઓના ઢોરમાં લંપી વાયરસના સકંજામાં લપેટાયા છે. ગામની અંદર દરરોજના પાંચથી વધુ પશુઓના મૃત્યુ નીપજી રહ્યા છે. પશુ આરોગ્યની ટીમો કામગીરી કરી રહી છે. રસીકરણની કામગીરી પણ કરાઈ રહી છે.  પરંતુ આ રસી પશુઓમાં કંઈ જ કામ ન આપતી હોવાનું માલધારીઓ અને સરપંચ જણાવી રહ્યા છે. પશુઓના મોતનો સિલસિલો ગામમાં રસી આપ્યા બાદ પણ જોવા મળી રહ્યો છે. ગામની અંદર પશુઓને દાટવા માટેની જગ્યા બચી નથી.

l5 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

અમરેલી જિલ્લામા કુલ ૬૪ ગામો અસરગ્રસ્ત છે. અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૧,૦૪૨ છે. પશુ આરોગ્ય ટીમ દ્વારા પશુઓમાં રસીકરણ હાથ ધરાયું છે.  તંત્ર જણાવી રહ્યું છે કે, જિલ્લામાં ગાય વર્ગનું ૯૫% વેકસીનેશન થઈ ગયું છે. જેમાં મૃત્યુ માત્ર ૫૬ પશુઓના થયા છે. મહત્વની વાત એ છે કે પશુઓના મૃતદેહને જમીનમાં 8 ફૂટ ખાડો ખોદીને ડાટવાનું જણાવામાં આવી રહ્યું છે અને આ ગામમાં પશુઓના મૃતદેહ ખુલ્લામાં જોવા મળી રહ્યા છે.

l4 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

જો કે અમરેલી જિલ્લા નિયામક અધિકારી દ્વારા પશુઓના મોતના આંક અલગ અને ગ્રામજનોના આંક અલગ જણાવાઈ રહ્યા છે અને છેવાડાના ગામોના પશુપાલકોની સ્થિતિ અલગ જણાઈ રહી છે,, તંત્રની કામગીરી સામે પણ એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે. હવો જોવાનું એ રહ્યું કો તંત્ર સત્ય જાહેર કરશે કે નહીં એ પણ સવાલ છે.

l3 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

લંપી વાઇરસ શું છે ? 

લંપી વાયરસની અસરની વાત કરવામાં આવે તો પશુઓમાં સૌથી વધારે ગાયને આ રોગ થાય છે. ત્યારે લંપી વાયરસની અસરમાં શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ પશુઓના શરીરમાં અછબડા જેવી અસરો જોવા મળે છે. જ્યારે આ વાયરસથી પશુઓના શરીર પર આવેલ ચામડીને પણ નુકસાન થાય છે. પશુઓની ચામડી હંમેશા માટે ફાટી પણ જાય છે.

l1 લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?

આ વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમાં પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.

આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ રાખવા જોઇએ. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરી અટકાવી શકાય છે.

જો કે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર લંપી સંક્રમિત પશુનું દૂધ ઉકાળીને પિશાકે છે. 65 ડિગ્રીએ દૂધ ઉકાળવાથી તેમાં રહેલા વાઇરસ નાશ પામે છે. અને આ વાઇરસ માનવીમાં ફેલાતો નથી.

Russia Ukraine Conflict / રશિયા નિયંત્રિત ક્ષેત્રમાં યુદ્ધ કેદીઓ સાથે અમાનવીય વર્તન