નિવેદન/ ભાજપ પ્રદેશ પ્રમુખનો હુંકાર,લોકસભાની 26 બેઠકો 5 લાખથી વધુ લીડ સાથે જીતીશું

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટ ની મુલાકાતે આવ્યા જ્યાં તેઓ એ રાજકોટ ના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલય ની મુલાકાત લીધી હતી

Top Stories Gujarat

લોકસભાની ચૂંટણી 2024માં યોજાનારી છે ,ત્યારે ભાજપ ફરી બહુમતીથી સત્તા પ્રાપ્ત કરવા માટે કમર કસી છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટ ની મુલાકાતે આવ્યા જ્યાં તેઓ એ રાજકોટ ના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલય ની મુલાકાત લીધી હતી. આ તકે શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમનું સ્વાગત કર્યું હતું.

રાજકોટ 68 ના સંગઠન ને મજબુત કરવા પ્રદેશ અધ્યક્ષ એ મુલાકાત લીધી હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ 68 વિસ્તારમાં ક્યાંક જૂથવાદના સમાચાર પ્રદેશ કક્ષાએ પહોંચ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સી.આર.પાટીલ એ 2024ની લોકસભા ચુંટણી ને લઈ આપ્યું આપ્યું મહત્વનું નિવેદન. 2024 ની લોકસભા ની ચૂંટણીમાં 26એ 26 બેઠકો પર ભાજપ જીતશે અને તમામ બેઠકો 5 લાખની વધુ ની લીડ સાથે જીતશું. આગામી ચૂંટણીમાં યુવા અને મહિલા નેતૃત્વ ને તક અપાશે.