સુરેન્દ્રનગર/ મને મારી પત્ની પાછી સોંપો નહીં તો હું આત્મહત્યા કરીશ : યુવાન

PSIએ ટોર્ચ કરી પતિ-પત્નીના છૂટાછેડા કરાવ્યાંનો વાયરલ વિડીયોમાં આક્ષેપ

Gujarat Others
jamnagar firing 15 મને મારી પત્ની પાછી સોંપો નહીં તો હું આત્મહત્યા કરીશ : યુવાન
  • PSIએ ટોર્ચ કરી પતિ-પત્નીના છૂટાછેડા કરાવ્યાંનો વાયરલ વિડીયોમાં આક્ષેપ

@સચિન  પીઠવા, સુરેન્દ્રનગર 

લીંબડીના રાજેશભાઈ જે. જોગરાણાએ સોશિયલ મીડિયામાં પોલીસની દાદાગીરી અંગે વિડીયો-ઓડિયો ક્લિપ ફરતી કરતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ફરતી થયેલી વિડીયો-ઓડિયો ક્લિપમાં રાજેશ જોગરાણાએ જણાવ્યું હું તા.24 નવેમ્બર-2020ના રોજ મુળી તાલુકાના સુખપર ગામની દિપીકા કલોતરા સાથે સરકાર માન્ય સ્થળે રાજીખુશીથી લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પોલીસ કર્મીઓ મારા ઘરે રોજ આવી મારા માતાપિતાને હેરાન કરતા હતા. તા.28 નવેમ્બરના રોજ હું અને મારી પત્ની દિપીકા લીંબડી પોલીસ મથકે નિવેદન આપવા ગયા હતા.

લીંબડી પોલીસ મથકે અમને બન્નેને બેસાડી દિપીકાના માતાપિતાને બોલાવ્યાં હતા. ત્યારબાદ અમને પીએસઆઈની ચેમ્બરમાં બોલાવી દિપીકાને પુછ્યું તો તેને મારી સાથે રાજીખુશીથી લગ્ન કર્યાંનું કહ્યું હતું. લગ્નથી ખુશ છું. મારે પતિ સાથે જ રહેવું છે. દિપીકાના પિતાએ કલેક્ટર ને ફોન કરી દિપીકા ઘરે આવવા માટે તૈયાર નહીં હોવાનું જણાવ્યું હતું. આલે જોરાવરનગર PSI એન.એચ.કુરેશી અને હેતલબેન રબારીને ફોન કરી કહ્યું હતું કે ગમે તે કરો દિપીકાને માતાપિતાને સોંપી આપો.

પીએસઆઈ એન.એચ.કુરેશી અને હેતલબેન રબારીએ બપોરે 12થી સાંજે 5:30 કલાક સુધી છૂટાછેડાના કાગળો પર સહી કરાવવા અમને બન્નેને ટોર્ચર કર્યાં હતા. અપશબ્દો બોલી માર માર્યો હતો. દિપીકાને ધમકી આપી કે જો તું છૂટાછેડા નહીં લે તો આ છોકરાને જાનથી મારી નાખીશું. મને પણ ધમકી આપી કે તું ગમે ત્યાં સંતાઈ જા તને મારી નાંખવાનો છે. તારા બનેવીને પણ મારી નાંખવાનો છે. રાતે 8 વાગ્યે બળજબરીપૂર્વક નોટરી કાગળ ઉપર સહી કરાવી છૂટાછેડા લેવડાવ્યા હતા.

તા.29 નવેમ્બરને સોમવારે મેં લીંબડી કોર્ટમાં પતિ-પત્નીને છૂટાછેડા લેવડાવવા બદલ અરજી દાખલ કરાવી હતી. કોર્ટે હુકમ કર્યો હોવા છતાં પોલીસે દિપીકાના ઘરે સમન્સ બજાવ્યું નહોતું. 10 દિવસ પછી પોસ્ટ દ્વારા સમન્સ મોકલાયું હતું. એક માસ બાદ દિપીકાને કોર્ટમાં હાજર કરી હતી. એક મહિનામાં મારી પત્ની ઉપર શું વીતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અમે બંને એકબીજા વગર જીવી શકીએ તેમ નથી. તા.28 નવેમ્બરે અમે નિવેદન દેવા ગયા ત્યારે અમારી ઉપર શું વિત્યુ છે તે લીંબડી પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરો એટલે સામે આવશે. જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ તેના જવાબદાર પીએસઆઈ હેતલબેન, એન.એચ.કુરેશી અને કલેક્ટર આલ રહેશે. મારી પત્ની મને પાછી સોંપી આપો મારે બીજું કશું નથી જોઈતું. મારી પત્ની પાછી મળી જશે એટલે હું વિડીયો ફરતો કરી જણાવી દઈશ.

 હું એક રિડર તરીકે નિવેદન લેવા લીંબડી આવી હતી. હેતલબેન રબારી. PSI. લખતર

મહિલાનું નિવેદન લેવાનું હોવાથી હું  કુરેશી, સમાજિક કાર્યકર સાથે એક મહિલા રિડર તરીકે લીંબડી આવી હતી. દિપીકાએ નિવેદનમાં કહ્યું હતું કે મેં લગ્ન કર્યાં છે. પરંતુ મારે અત્યારે રાજેશ સાથે રહેવું નથી.

દિપીકાએ વિડીયોગ્રાફી નિવેદન આપ્યું છે. એન.એચ.કુરેશી. PSI. જોરાવરનગર

મુળી પોલીસ મથકે દિપીકાની મીસીંગ રિપોર્ટ દાખલ છે. દિપીકા લીંબડી પોલીસ મથકે હાજર થઈ એટલે અમે તેનું નિવેદન લેવા માટે ગયા હતા. વિડીયોગ્રાફી નિવેદનમાં દિપીકાએ સ્વૈચ્છાએ કહ્યું હતું કે મારે મામાના ઘરે પાટડી જવું છે. અમે અમારું કામ કર્યું છે. પછી આગળ છૂટાછેડા થયા કે શું થયું તે મને ખબર નથી.

રામ મંદિર / યોગી આદિત્યનાથના ગોરક્ષપીઠે રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલાં કરોડનું દાન

Political / અયોધ્યા મસ્જિદમાં નમાઝ અદા કરવી ‘હરામ’ છે, કોઈએ દાન ન આપવું : ઓવૈસીનું વિવાદિત નિવેદન

Political / ‘આપ’ હવે યુપી, ગુજરાત સહીત છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે : અરવિંદ કેજરીવાલની સ્પષ્ટતા

અભિભાષણ / પીએમ મોદીએ કહ્યું – વાયરસ હોય કે પછી સીમા વિવાદ, ભારત દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છે

Arvalli / મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા AIMIMમાં…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…