દર વર્ષે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે.. જેના ભાગરૂપે ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી બતાવી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. બાઈક રેલી ગોંડલના અલગ અલગ વિસ્તારોના રાજમાર્ગો પર ફરી ટ્રાફિક નિયમો અંગે સંદેશા અપાયા. આ બાઈક રેલીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ, ગોંડલ સીટી પોલીસ તથા તાલુકા પોલીસ સ્ટાફ જોડાયો.
ગોંડલમાં માર્ગ સલામતી માસની કરાઇ ઉજવણી
રાજમાર્ગો પર બાઈક રેલી યોજાઇ
ટ્રાફિક નિયમો અંગે અપાઇ સમજ
રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ ગોંડલ સિટી પોલીસ દ્વારા બાઈક રેલી યોજી ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે.. જેના ભાગરૂપે ગોંડલમાં સીટી પોલીસ દ્વારા મંડવીચોકથી એક બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેને ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી બતાવી આ બાઈક રેલી ને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
બાઈક રેલી ગોંડલ ના અલગ અલગ વિસ્તારો ના રાજમાર્ગો પર ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હતી.આ તકે ડી.વાય.એસ.પી. ઝાલા એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં 140 જેટલા ફેટલ થયા છે જે મોટા ભાગે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર બનાવ બનતા હોય છે.મોટા ભાગ ના અકસ્માત માં હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ નહીં પહેર્યા ના કારણે બનાવ બનતા હોય છે.ત્યારે આજરોજ હાઈવે પર પસાર થતા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ વગર ના વાહનો ને અટકાવી ગુલાબ ના ફૂલ આપી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી ને વાહન ચલાવી પોતાનું અને તેના પરિવાર નું જીવન સુરક્ષિત કરવું જોઈએ.
ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી માં ગોંડલ ડી.વાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા, જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. ડી.એલ.ખાચર, પી.એસ.આઈ ડી.પી.ઝાલા, પી.એસ.આઈ બી.એલ.ઝાલા, એ.એસ.આઈ પી.સી.ચૌહાણ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ ગોંડલ સીટી પોલીસ તથા તાલુકા પોલીસ સ્ટાફ આ બાઈક રેલી માં જોડાયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…