સુરત: યુ ટ્યુબ ચેનલ ચલાવતા યુવક હત્યાનો મામલે પોલીસ ફરિયાદ કરાઈ. શહેરમાં યુ ટ્યુબ ચેનલ ચલાવતા એક યુવકની હત્યા થઈ હતી. હત્યા બાદ અન્ય સ્થળનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો. આ વીડિયો આંજણાનો હત્યાનો વિડીયો છે તેમ કહી વાયરલ કરાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં એક યુટ્યુબ ચેનલ ચલાવતા યુવકની હત્યા થઈ હતી. તેના બાદ ઘટનાસ્થળનો વીડિયો કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપતા આંજણાની હત્યા મામલાનો વીડિયો હોવાનું કહ્યું હતું. સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

સોશિયલ મીડિયામાં વીડિયો કિરપાલસિંહ ગોહિલ નામના એકાઉન્ટથી થયો હતો. આથી ખોટી માહિતી ફેલાવવા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે કિરપાલસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધાયો. જો કે તેણે કહ્યું કે વાયરલ વિડીયોને હત્યા સાથે કોઇ લેવા દેવા નથી. પરંતુ પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી કિરપાલસિંહ સામે કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…
આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા
