Campaign/ 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

Gujarat Others Trending
raman patel 3 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સત્તાધારી ભાજપના ઉમેદવારો માટે આજે સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાથે ભાજપના પ્રચારના કાર્યનો પણ શુભારંભ થઇ રહ્યો છે. 6 મહાનગર પાલિકાના તમામ ભાજપમાં ઉમેદવાર આ કાર્યક્રમમાં જોડાશે, અમદાવાદમાં આ કાર્યક્રમ કાંકરિયા ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં CM રૂપાણી અને DY.CM અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ શહેર પ્રભારી આઈ. કે. જાડેજા વિગેરે આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા છે. અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી આ સંકલ્પ સમારોહમાં જોડાશે. પ્રજાલક્ષી કાર્ય કરવા માટે ઉમેદવારો સંકલ્પ લેશે.

કાંકરિયા લેક પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં એક સાથે 192 ઉમેદવારોને એક સ્ટેજ પર બોલાવવામાં આવ્યા છે.  ભાજપ અમદાવાદના 192 ઉમેદવારો હાજર રહી શપથ લેશે. જયારે અન્ય પાલિકાના ઉમેદવારો વર્ચ્યુલી શપથ લેશે.

સરકારના પ્રધાન અને હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ 6 મહાનગરપાલિકા જીતવા માટે ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે. પ્રજાના કામ કરવાનો સંકલ્પ તમામ ઉમેદવારો લેશે.

સુરત

સુરતમાં ભાજપના  વિવેકાનંદ પ્રતિમા પાસે સંકલ્પ લેશે. ભાજપના 120 ઉમેદવારો મક્કાઈ પુલ પાસે  એકઠા થશે. CM, DY.CM અને પ્રદેશ પ્રમુખ શપથ લેવડાવશે. 120 ઉમેદવારોને વર્ચ્યુઅલ સંકલ્પ લેવડાવશે.

covid19 / દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 12,600

Ahmedabad / પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો, રમણ પટેલ અને બે પુત્રો સામે નોંધાઈ ફરિયાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ