Nature/ શુકનવંતુ ભારદ્વાજ, પક્ષી પ્રેમીઓ સિવાય ભાગ્યેજ કોઈ તેને જોઈને ઓળખી શકે…

શુકનવંતુ ભારદ્વાજ, પક્ષી પ્રેમીઓ સિવાય ભાગ્યેજ કોઈ તેને જોઈને ઓળખી શકે…

Trending Mantavya Vishesh
chuntni 2 શુકનવંતુ ભારદ્વાજ, પક્ષી પ્રેમીઓ સિવાય ભાગ્યેજ કોઈ તેને જોઈને ઓળખી શકે...

@જગત કિનખાબવાલા, સ્પેરો મેન

પૌરાણિક કથા મહાભારતમાં કહેવાયું છે કે કુચેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા જતા હતા ત્યારે તેમણે ભારદ્વાજ પક્ષીને જોયું, તેમની મુલાકાત સફળ રહી અને પાછા ફરતાં ફરતાં ખુબ ધૈર્યવાન બની ગયા. ભારદ્વાજનું મળવું શુકનવંતુ પુરવાર રહ્યું અને તેમનું નસીબ બદલી નાખ્યું.  ઇરાનના કરદિસ્તાન પ્રદેશનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતવર્ષ, દક્ષિણ એશિયા ખંડમાં અને પૂર્વથી પશ્ચિમ ચીન તેમજ ઇન્ડોનેશિયામાં વ્યાપક પ્રમાણમાં તેઓ સ્થાયી થયેલા છે. ભારતમાં આસામ બાજુ અને બાંગ્લાદેશમાં હિમાલયના પ્રદેશ કરતાં થોડાક નાના કદના હોય છે.

jagat kinkhabwala શુકનવંતુ ભારદ્વાજ, પક્ષી પ્રેમીઓ સિવાય ભાગ્યેજ કોઈ તેને જોઈને ઓળખી શકે...

જોયા પછી ક્યારેય ન ભૂલો એટલે ઘૂંકીયો પણ ચોક્કસ મનાય કે પક્ષી પ્રેમીઓ સિવાય, ખાસ કરીને જે વિસ્તારમાં હજુ છે તે સિવાય ભાગ્યેજ કોઈ તેને જોઈને ઓળખે કે નામ જાણે અને ઓળખતા ન હોય તો અચરજ પામો કે આ કયું પક્ષી છે! પંખીઓ એ પ્રકૃતિનું માનીતું સર્જન છે. બર્ફીલો ઠંડો પ્રદેશ હોય કે રણ પ્રદેશ હોય, દરેક જગ્યાએ કુદરતે જેતે વાતાવરણને અનુકૂળ પક્ષીઓ આપેલા છે. પંખીઓની બાબતમાં આપણે ઘણાં નસીબદાર છીએ. ગુજરાતમાં ૫૦૦ કરતાં વધારે જાતના જુદા જુદા  પક્ષી છે. તેમને અનુકૂળ વાતાવરણ અને વસવાટ માટે  વિવિધ પ્રકારની કુદરતી રચના આપણી આજુબાજુ છે.

Bharadwaj Bird (Greater Coucal) Species, Details, Facts, Pictures, Cost & More - News Bugz

કકુ/ cuckoo ના કુળનું આ ભારદ્વાજ / ઘૂંકીયો પક્ષી ઘણું દેખાવડું અને આકર્ષક છે. તેઓની લગભગ ૩૦ જેટલી જાત છે તેમાનું આ એક ભારદ્વાજ / ઘૂંકીયો છે. કાગડા જેવું દેખાય પણ તે કકુના કુળનું પક્ષી છે. કકુના કુળનું પક્ષી હોવા છતાં તેના ગુણ પરોપજીવી વર્તણૂકવાળા છે. કકુ કુળના પક્ષીઓ બીજા પક્ષીના માળામાં ઈંડા મુકતા હોય છે પરંતુ તેમનાથી વિપરીત અને ઉત્તમ લાક્ષણિકતા ઘૂંકીયો ધરાવે છે અને તેઓની વર્તણૂક પરોપજીવી હોય છે. તેની લાંબી કાળી પૂંછડીને લીધે લોકો તેમને શિકારી પક્ષી માની લે છે પણ તે શિકારી પક્ષી નથી. આમતો ભારતમાં અને દક્ષિણ એશિયામાં વ્યાપક પ્રમાણમાં પથરાયેલા છે આ પક્ષી પણ સ્વભાવે શરમાળ આ પક્ષી જલ્દી જોવા નથી મળતું. તેમનાં જુદા પડતા લાક્ષણિક અવાજ વહૂપ વહૂપ વહૂપથી ધ્યાન તેના તરફ આકર્ષાય છે ક્યારેક લોંટોક લોંટોક લોંટોક બોલે અને માદા ધીમા અને  નાજુક અવાજે બોલે! ૦.૯ હેક્ટરથી ૭ હેક્ટર સુધીનો વિશાળ પ્રદેશમાં તેઓ વસતા હોય અને પોતાના પ્રદેશમાં તેમના કુળના બીજા ઘોકીયાને ઘુસવા નથી દેતા. જ્યારે વૃક્ષની ટોચ ઉપર કે જમીન ઉપર એકલા કે સાથીદાર જોડે પાંખ ફેલાવીને ખાસ કરીને સવારના સમયગાળાના કુણા તડકામાં સૂર્યસ્નાન કરતાં હોય છે ત્યારે ઘણાં આકર્ષક દેખાય છે.

महोख - विकिपीडिया

તેઓને ખુબજ સુંદર લાલ માણેક જેવા રંગની આંખ હોય છે. મુખ્યત્ત્વે માથાથી લઈને પૂંછડી સુધી ચળકતું કાળું હોય છે અને તેનાં પીંછા સુંદર તપખીરીયાં રંગના હોય છે. પેટનો ભાગ કળશ ઉપર જામ્બલી હોય છે અને સૂર્યપ્રકાશમાં તેમનો રંગ જુદીજ રીતે નિખરે છે જેમાં જામ્બલી, લીલા અને વાદળી રંગની નયનરમ્ય સુંદર ઝાંય દેખાય છે. તેઓના પીંછા કાળા હોય છે અને પીંછામાં જામ્બલી રંગની ઝાંય દેખાય છે. છાતીથી  ગળાનો કાળો ભાગ રૂંવાટીથી મઢેલો મજબૂત, ચમકીલો અને ઘાટીલો હોય છે. તેમના જુદા પડતા અવાજના લીધે તરત ધ્યાન તેમના તરફ જાય છે અને ઘણા લોકો તેને જુવે કે તેનો અવાજ સાંભરે તો શુકન થયાનું માને છે.

Chombooka – The Lucky Bird - Coorg

ક્યારેક કુદરતી રંગની ઉણપ વાળા સંપૂર્ણ સફેદ (albino) જેવા પણ જોવા મળે છે. દેખાવમાં નર ભારદ્વાજ અને માદા ભારદ્વાજ લગભગ સરખા દેખાય છે પરંતુ બે જોડીદાર સાથે દેખાય અને ઓળખવા હોય  તો પ્રમાણમાં મોટી દેખાય તે માદા. ઉડવામાં નબળા છે માટે ચાલતા જોવા વધારે મળે અને ચાલતાં ચાલતાં  જીવડાં, ઈયળ બીજા પક્ષીઓના ઈંડા, નાના સાપ અને ફળફૂલ  વગેરે ખાતા હોય છે. આ અને આવા દરેક પક્ષીના ખોરાક માટે જીવડાં હોવા જરૂરી છે અને તે માટે કેમિકલ જંતુનાશક દવાઓનો છંટકાવ ન હોવો જોઈએ જેથી તેઓનો નિભાવ થઇ શકે.

તેઓ ગીચ ઝાડીમાં માળો બનાવવાનું પસંદ કરે છે અને લગભગ ૬ મીટરની ઊંચાઈ સુધી માળો બનાવતાં હોય છે. તેમનાં બચ્ચા દેખાવમાં કાળા અને નિરાશ દેખાય છે. કપાળમાં છાંટા હોય છે અને પીંછાના નીચેના ભાગમાં સફેદ પટ્ટા હોય છે. વાળવાળો ભાગ આંખો હોય દેખાય છે. પેટની વચ્ચેનો ભાગ ગુલાબી દેખાય છે. શારીરિક વિકાસ થતાં દેખાવડા લાગે છે.

The Crow Pheasant: Bringer of Auspicious Omens | Tsem Rinpoche

માદાને આકર્ષવા માટે નર ભારદ્વાજ ખોરાક લઈને આવતા હોય છે અને ખોરાકથી રીઝવે તે સામાન્ય વર્તણુક છે. જૂન મહિનાથી ચોમાસાના સપ્ટેમ્બર મહિનાનો સમય તેમના માટે પ્રજનનનો સમય હોય છે. તેઓ મુખ્યત્વે એકપત્નીત્વ અને એકપતિત્વમાં માને છે. માદા સંમત્તિ માટે પોતાની જાતને અને  પૂંછડી નીચી કરીને પોતાને નર પાસે સમર્પિત કરે છે. નર અને માદા ભેગા મળીને ગોળ ઊંડો કપ જેવો માળો બનાવવાનું કામ કરે છે. માળો બામ્બુ, વેલા વગેરેમાંથી બનાવે અને માદા ૩ થી ૫ પીળાશ ઉપર ચમકીલા ઈંડા મૂકે છે. લગભગ ૨૮ મીલીમીટર ના માપના ઈંડા હોય છે જેનું વજન લગભગ ૧૪ ગ્રામ હોય છે. ૧૫  થી ૧૬  દિવસમાં બચ્ચા ઇંડામાંથી બહાર આવે છે અને ૨૨ થી ૨૪ દિવસમાં બચ્ચા ઊડતાં થઇ જાય છે.

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ  સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

Love – Learn  – Conserve