બાળકને જન્મ આપ્યા બાદ માતાનું શરીર લાંબા સમય સુધી કમજોર રહે છે. જેના કારણે તેને ભારે કામ કે વઘારે મહેનતવાળું કામ કરવામાં જોખમ રહે છે. આવા સમયમાં તેના પરિવારજનો વધારે સારી સુવીધા આપવાની કોશિશ કરે છે. આવો જ કિસ્સો ચીનના શેનયાંગથી સામે આવ્યો છે. એક મહિલાએ તેની પૂત્રવધુની ડિલિવરી બાદ તેનુ ધ્યાન રાખવા માટે જે કર્યુ તે જોઇને તમે પણ ચોકી જશો. આ બાબતને લઇ લોકો પણ સાસુના પૂત્રવધુ માટેના પ્રેમની પ્રસંશા કરી રહ્યા છે.
ડિલીવરી બાદ ઘરે આવી રહેલી મહિલાને લીફ્ટ વગરની બિલ્ડીંગમાં 7 માં માળે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે સાસુએ પૂત્રવધુ માટે ખાસ આયોજન કર્યુ હતુ. વાંગ નામની સાસુએ તેની પૂત્રવધુ આરામથી 7માં માળે પહોંચી શકે તે માટે ક્રેન ભાડે મંગાવ્યુ. આ ક્રેનની મદદથી મહિલાને ફ્લેટની બાલકનીમાં ઉતારવામાં આવી.
વાંગ એ કહ્યુ કે હું માત્ર મારી પૂત્રવધુને ખુશ કરવા માંગતી હતી અને તેને સ્વસ્થ રાખવા માંગતી હતી. તેને મારા દિકરા સાથે લગ્ન કર્યા છે એટલે તે મારો પરિવાર થઇ. જો અમે જ એને નહી સાચવીયે તો કોણ સાચવશે ? વાંગ એ કહ્યુ કે મારી પૂત્રવધુના માતા પિતા બીજા શહેરમાં રહે છે.
ક્રેનના માલિકે કહ્યુ કે 15 વર્ષની નોકરીમાં તેમના માટે આ પ્રથમ અનુભવ છે. અમારી ક્રેનની બ્રાંન્ચ 30 મીટરની ઉચાઇ સુધી પહોંચી શકે છે અને ઘણું વજન ઉઠાવી શકે છે. એટલે આ કરવામાં કોઇ રિસ્ક ન હતુ.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: