Not Set/ સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ભારતનો ૬૦ રને થયો પરાજય, ઈંગ્લેંડે ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો

સાઉથમ્પ્ટન, સાઉથમ્પ્ટન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાનો ૬૦ રને પરાજય થયો છે. યજમાન ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૨૪૫ રનના ટાર્ગેટ સામે ભારત ૧૮૪ રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, જયારે ઈંગ્લેંડની ટીમે આ શાનદાર જીત સાથે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી […]

Trending Sports
qck 1535906329 સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ભારતનો ૬૦ રને થયો પરાજય, ઈંગ્લેંડે ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો

સાઉથમ્પ્ટન,

સાઉથમ્પ્ટન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં ટીમ ઇન્ડિયાનો ૬૦ રને પરાજય થયો છે. યજમાન ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૨૪૫ રનના ટાર્ગેટ સામે ભારત ૧૮૪ રન જ બનાવી શક્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે, જયારે ઈંગ્લેંડની ટીમે આ શાનદાર જીત સાથે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.

આ હાર સાથે જ ભારતીય ટીમનું ૧૧ વર્ષ બાદ ઈંગ્લેંડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન પણ અધૂરું રહ્યું છે. આ પહેલા ૨૦૦૭માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીમાં ભારતે ટેસ્ટ સિરીઝ જીતી હતી.

બીજી ઇનિંગ્સમાં ભારત ૧૬૦ રનમાં થયું તંબુભેગું

યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૭૧ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી અને ભારતીય ટીમને ટેસ્ટ મેચ જીતવા માટે ૨૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારત બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૬૦ રન જ બનાવી શક્યું હતું.

ભારત તરફથી ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૦, પુજારા ૫ રન, અને ધવન ૧૭ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા હતા. સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને રહાનેએ ત્રીજી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી નોધાવી હતી. પરંતુ ત્યારબાદ ૧૨૩ રનના સ્કોરે વિરાટ કોહલી આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. મિડલ ઓર્ડર બેટ્સમેન રહાને ૫૧ અને આર અશ્વિને ૨૫ રન બનાવ્યા હતા.

જયારે ઈંગ્લેંડ તરફથી સ્પિન બોલર મોઈન અલીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપવાની સાથે જ મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરશન અને સ્ટોકસે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.

યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં બનાવ્યા ૨૭૧ રન 

ભારત દ્વારા આપવામાં આવેલી ૨૭ રનની લીડ સામે ઈંગ્લેંડની ટીમે બીજી ઇનિંગ્સમાં ૨૭૧ રન બનાવ્યા છે. યજમાન ટીમ તરફથી ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૨ રન, કેટન જેનીગ્સ ૩૬ રન, મોઈન અલી ૯ રન અને  કેપ્ટન જો રૂટે ૪૮ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. જયારે બટલર ૬૯ રન, સ્ટોક્સ ૩૦ રન, આદીલ રશીદ ૧૧, સેમ કુરેન ૪૬, અને બ્રોડ 0 રન બનાવી આઉટ થયા હતા.

ભારત તરફથી મોહમ્મદ શામીએ ૪ વિકેટ, ઇશાંત શર્માએ ૨ વિકેટ જયારે જસપ્રીત બુમરાહ અને અશ્વિને અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી છે.

dc Cover 0na7kmvce7nfvtlj1njrr1tmg6 20180130145807.Medi સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ભારતનો ૬૦ રને થયો પરાજય, ઈંગ્લેંડે ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો

પુજારાની શાનદાર સદી સાથે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવી મેળવી ૨૭ રનની લીડ

આ પહેલા ભારતીય ટીમે મિડલ ઓડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર સદીના સહારે પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી પુજારાએ શાનદાર સદી ફટકારતા સૌથી વધુ ૧૩૨ રન બનાવ્યા હતા. પુજારાની આ ટેસ્ટ કેરિયરની ૧૫મી સદી છે.

જયારે ઓપનર બેટ્સમેન શિખર ધવન ૨૩ રન અને કે એલ રાહુલ ૧૯ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા હતા. બંને ઓપનરોના આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ત્રીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી નોધાવી હતી. જો કે ત્યારબાદ કોહલી ૪૬ રન અને અજીન્ક્ય રહાને ૧૧ રન બનાવી આઉટ થયા હતા.

ઈંગ્લેંડ તરફથી સ્પિન બોલર મોઈન અલીએ સૌથી વધુ ૫ વિકેટ, ઝડપી બોલર બ્રોડે ૩ વિકેટ ઝડપી હતી.

બીજી બાજુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં ૬ રન બનાવવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૬૦૦૦ રન પૂર્ણ કર્યા છે. દુનિયાના નંબર એક બેટ્સમેન કોહલીએ ૧૧૯ ટેસ્ટ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પુરા કર્યા છે.

યજમાન ટીમ ૨૪૬ રનમાં થઇ ઓલઆઉટ

આ પહેલા ભારતીય બોલરોના તરખાટ સામે ઈંગ્લેંડની પૂરી ટીમ ૨૪૬ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૭, જેનિંગ્સ ૦, કેપ્ટન જો રૂટ ૪ અને જોની બેયરસ્ટો માત્ર ૬ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

જયારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ ૨૩ રન અને જોસ બટલર ૨૧ રન બનાવી આઉટ થયા હતા. જો કે ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી મોઇન અલી અને સેમ કુરેને સાતમી વિકેટ માટે ૮૧ રનન ભાગીદારી નોંધાવતા ટીમનો સ્કોર ૨૪૬ રન સુધી પહોંચાડવમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.

મોઇલ અલીએ ૪૦ રન જ્યારે ઝડપી બોલર સેમ કુરેને ટીમ માટે સૌથી વધુ ૭૮ રનની શનદાર ઇનિંગ્સ રમી હતી.

qck 3c0a5 1535625499 સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ભારતનો ૬૦ રને થયો પરાજય, ઈંગ્લેંડે ૩-૧થી શ્રેણી પર કર્યો કબ્જો
https://api.mantavyanews.in

જયારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૩ વિકેેેટ જ્યારે ઇશાંત શર્મા, મોહમ્મદ શામી અને આર અશ્વિને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી. બીજી બાાજુ ઇશાંત શર્માએ ઈંગ્લેંડના કેપ્ટનને આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૨૫૦મી વિકેટ હાંસલ કરી હતી.