Not Set/ IND v/s ENG : પૂજારાની શાનદાર સદી સાથે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં મેળવી ૨૭ રનની લીડ, eng : ૬/૦

સાઉથમ્પ્ટન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ સાઉથમ્પ્ટન ખાતે રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ ૨૪૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકશાને ૧૬૩ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન ૨૩ રન અને કે […]

Trending Sports
IMG 20180901 111226 IND v/s ENG : પૂજારાની શાનદાર સદી સાથે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં મેળવી ૨૭ રનની લીડ, eng : ૬/૦

સાઉથમ્પ્ટન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ સાઉથમ્પ્ટન ખાતે રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ ૨૪૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

જો કે ત્યારબાદ ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટના નુકશાને ૧૬૩ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન ૨૩ રન અને કે એલ રાહુલ ૧૯ રન બનાવી પેવેલિયનમાં પાછા ફર્યા છે.

બંને ઓપનરોના આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ત્રીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી નોધાવી હતી. જો કે ત્યારબાદ કોહલી ૪૬ રન અને અજીન્ક્ય રહાને ૧૧ રન બનાવી આઉટ થયા છે.

જયારે હાલમાં પુજારા ૫૬ રન અને વૃષભ પંત ૦ રને રમતમાં છે. ઈંગ્લેંડ તરફથી ઝડપી બોલર બ્રોડે ૨ વિકેટ ઝડપી હતી.

બીજી બાજુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં ૬ રન બનાવવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૬૦૦૦ રન પૂર્ણ કર્યા છે. દુનિયાના નંબર એક બેટ્સમેન કોહલીએ ૧૧૯ ટેસ્ટ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પુરા કર્યા છે.

યજમાન ટીમ ૨૪૬ રનમાં થઇ ઓલઆઉટ

આ પહેલા ભારતીય બોલરોના તરખાટ સામે ઈંગ્લેંડની પૂરી ટીમ ૨૪૬ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૭, જેનિંગ્સ ૦, કેપ્ટન જો રૂટ ૪ અને જોની બેયરસ્ટો માત્ર ૬ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

જયારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ ૨૩ રન અને જોસ બટલર ૨૧ રન બનાવી આઉટ થયા હતા. જો કે ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી મોઇન અલી અને સેમ કુરેને સાતમી વિકેટ માટે ૮૧ રનન ભાગીદારી નોંધાવતા ટીમનો સ્કોર ૨૪૬ રન સુધી પહોંચાડવમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.

મોઇલ અલીએ ૪૦ રન જ્યારે ઝડપી બોલર સેમ કુરેને ટીમ માટે સૌથી વધુ ૭૮ રનની શનદાર ઇનિંગ્સ રમી હતી.

જયારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૩ વિકેેેટ જ્યારે ઇશાંત શર્મા, મોહમ્મદ શામી અને આર અશ્વિને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી. બીજી બાાજુ ઇશાંત શર્માએ ઈંગ્લેંડના કેપ્ટનને આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૨૫૦મી વિકેટ હાંસલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ વિરાટ બ્રિગેડે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે  રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. ત્યારે હવે આ જીતનો સિલસિલો બાકીની ટેસ્ટ મેચોમાં યથાવત રાખવાનો પ્રયાસ કરશે.