ICC T20 Ranking/ વિરાટ અને રાહુલને રેન્કિંગમાં થયુ નુકસાન, પાકિસ્તાનનાં આ ખેલાડીને મળ્યો ફાયદો

વિરાટ કોહલી તાજેતરમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારવા છતાં બુધવારે જાહેર કરવામાં આવેલી ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં પાંચમાં સ્થાને સરકી ગયો છે.

Sports
ICC T20 Batter's Ranking

ભારતીય સુકાની વિરાટ કોહલી તાજેતરમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારવા છતાં બુધવારે જાહેર કરવામાં આવેલી ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં પાંચમાં સ્થાને સરકી ગયો છે, જ્યારે તેનો સાથી ખેલાડી કેએલ રાહુલ બે સ્થાન ગુમાવીને આઠમાં સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો – T20 World Cup / ચાલુ શો દરમિયાન એન્કરે શોએબ અખ્તરને કહ્યુ Get Out, જુઓ Video

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાનને ICC T20 રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો કર્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા બેટ્સમેનોની T20 રેન્કિંગમાં તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. રિઝવાનની T20 કારકિર્દીની આ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. T20 વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે તેણે રમેલી શાનદાર ઇનિંગ્સને કારણે તેને ICC T20 રેન્કિંગમાં ફાયદો થયો છે. રિઝવાને ભારત સામે અણનમ 79 અને ન્યૂઝીલેન્ડ સામે 33 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને ICC T20 રેન્કિંગમાં મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તે ચોથા સ્થાનેથી પાંચમાં સ્થાને સરકી ગયો છે. પાકિસ્તાન સામે અડધી સદી ફટકારવા છતાં, તે બેટ્સમેનોની ICC T20 રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગયો છે. બુધવારનાં રોજ જાહેર કરવામાં આવેલી ICC મેન્સ T20 રેન્કિંગમાં કેએલ રાહુલ બે સ્થાન સરકીને આઠમાં સ્થાને આવી ગયો છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની બેક ટૂ બેક જીત બાદ Points Table માં થયો ફેરફાર, ભારત-ન્યૂઝીલેન્ડની વધી મુસિબત

દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન એડન માર્કરામે આઠ સ્થાનની છલાંગ લગાવી છે. તે ICC T20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. માર્કરમે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 40 અને વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 51 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સનાં કારણે તે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. તે હવે ઈંગ્લેન્ડનાં ડેવિડ મલાન (831) અને પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ (820)થી પાછળ છે. અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લા ગુરબાઝ સ્કોટલેન્ડ સામે 46 રન સાથે નવ સ્થાનની છલાંગ લગાવી કારકિર્દીનાં સર્વશ્રેષ્ઠ 12માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે બાંગ્લાદેશનાં ઓપનર મોહમ્મદ નઈમે શ્રીલંકા સામે 52 બોલમાં 62 રન ફટકારીને 11 સ્થાનની છલાંગ લગાવી છે અને તે 13માં સ્થાને પહોંચી ગયો છે. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસ તેની ટીમને સુપર 12માં આગળ કર્યા બાદ સંયુક્ત 37માં સ્થાને પહોંચી ગયો છે. બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ઓલરાઉન્ડરોની ICC T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.